કોવિડ – 19 ન્યુઝ ઇન બુલેટ્સ પોઇન્ટ

0
903

 

  • મૃત્યુ દર દર 1000 પોઝીટીવ કેસ દીઠ એક.
  • રાજધાનીમાં સધર્ક, વેસ્ટમિંસ્ટર, લેમ્બેથ, વેન્ડ્સવર્થ, કેન્સિંગ્ટન અને ચેલ્સિ યુકેમાં 10 સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ.
  • સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડનુ હેમ્પશાયર.
  • વિનાશને ટાળવા એરલાઇન્સ ક્ષેત્રની મદદ માટે હાકલ.
  • બ્રિટને કોરોનાવાયરસના નિયંત્રણ માટે પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓને લોકોની અટકાયત કરવા સત્તા આપી.
  • બોરિસ જ્હોન્સનની એકબીજાથી 2 મીટર દૂર રહેવા વિનંતી. નહિં તો વધુ સખત પગલાં માટે તૈયાર રહો.
  • યુકેના પબ્સ, ક્લબ્સ, રેસ્ટોરાં, લેઝર સેન્ટર્સ બંધ.
  • પ્રાઇમઆર્કથી જ્હોન લુઇસ સુધીના મોટા રિટેલરો બંધ.
  • બ્રિટનના સુપરમાર્કેટ્સ દ્વારા વસ્તુઓનું રેશનિંગ.
  • ઇટાલીમાં દર 2 મિનિટમાં દર્દીનું મોત થાય છે
  • પોલીસ કોરોનાવાયરસથી પીડાતા દર્દીઓને છ અઠવાડિયા સુધી અટકાયતમાં રાખી ક્વોરેન્ટાઇનમાં મોકલી શકશે.
  • ઇમરજન્સી કાયદાનુ પાલન કરવામાં નિષ્ફળ રહેનાર, છટકી જવાનો પ્રયાસ કરનાર કે તેમને રોકનારા અધિકારીઓને ભ્રામક માહિતી આપનાર સામે ફોજદારી ગુનો અને £1000 સુધીનો દંડ.
  • વર્ષના બીજા ક્વાર્ટરમાં બ્રિટનની જીડીપી અને યુરોઝોનમાં 15 ટકાનો ઘટાડો થશે.
  • વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સૌથી ખરાબ અસર – મંદીમાં ડૂબી શકે છે.
  • બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 3 ટકાનો ઘટાડો થશે.
  • મકાનમાલિકો ત્રણ મહિના માટે ભાડૂતોને કાઢી મૂકી શકશે નહિ.
  • મકાનમાલિકોને ત્રણ મહિના માટે પોતાના અને બાય ટુ-લેટ મોર્ગેજમાં રજા મળશે. તેમાં વધારો કરી શકાશે.
  • સૌ લોકો કટોકટી દરમિયાન વીજળી અને હીટિંગનો વપરાશ કરી શકશે.
  • બ્રિટીશર્સને ઓછામાં ઓછા 30 દિવસ માટે વિદેશ યાત્રા ન કરવા વિનંતી.
  • યુકે અને આફ્રિકા, મધ્ય પૂર્વ અને ઉત્તર અમેરિકા વચ્ચે કેટલીક ફ્લાઇટ્સ ચાલુ હતી.
  • થોડા દિવસોમાં હવાઈ મુસાફરી અટકી જશે તેવી શંકા.
  • બ્રિટિશ એરવેઝ, રાયનએર, ઇઝીજેટ, જેટ 2, વિઝ એર, નોર્વેજીયન, વર્જિન એટલાન્ટિક અને એર ફ્રાન્સે સમયપત્રકમાં 90 ટકાનો ઘટાડો કર્યો.
  • યુકેના ઘણા એરપોર્ટને આગામી ત્રણથી પાંચ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે બંધ કરવાની ફરજ પડશે.
  • લંડનના વેસ્ટમિંસ્ટરમાં હોર્સફેરી રોડ પર એક કામચલાઉ તંબુમાં મોર્ચ્યુરી શરૂ કરવામાં આવનાર છે. વેસ્ટમિંસ્ટર પબ્લિક મોર્ચ્યુરીમાં હાલમાં 102 શબ મૂકવા માટે જગ્યા છે પરંતુ તેને લગભગ બમણી કરાશે.
  • સરકારે 3.7 મિલિયન પાઉન્ડના સોદામાં ફ્રેન્ચ સ્થિત પેઢી નોવાસિએટ પાસેથી હજારો ટેસ્ટ
  • યુએસ કંપની થર્મો ફિશરના પ્રતિનિધિઓએ ડાઉનિંગ સ્ટ્રીટમાં ચાર-કલાકમાં પરિણામ આપતા ટેસ્ટનુ નિદર્શન કર્યુ હતુ.
  • સેલિબ્રિટીઝ ઘરે બેઠાં પોતાને વાયરસ છે કે નહિ તે ચેક કરવા માટે 375 પાઉન્ડ ચૂકવી ટેસ્ટ કરાવે છે.
  • પોલીસ સુપરમાર્કેટ્સની સુરક્ષા કરશે.
  • હેલિકોપ્ટર – એરક્રાફ્ટ દ્વારા રાશન ફેંકવામાં આવશે.
  • પેરિસ અને બ્રસેલ્સ સહિતના અન્ય યુરોપિયન શહેરોએ કડક પગલાં લાદ્યા.
  • પોલીસ માટે કટોકટીની યોજના બનાવવામાં આવી.
  • ટેસ્ટની સંખ્યા દરરોજના 5,000થી વધારીને 20,000 કરવામાં આવશે.
  • રોગચાળાને ટોચ પર પહોંચવામાં ચાર અઠવાડિયા લાગશે.
  • કોરોના માટે સ્વેબ ટેસ્ટ ‘ઝડપથી’ વિકસાવવામાં મદદ કરવા સરકારની કંપનીઓને અપીલ.
  • હાઈ બ્લડ પ્રેશર ધરાવતી માત્ર 47 વર્ષની મહિલાનુ મરણ.
  • સ્કોટલેન્ડની મૃતકોની સંખ્યા એક દિવસમાં ડબલ.
  • નોર્ધર્ન આયર્લેન્ડમા પ્રથમ વ્યક્તિનુ મરણ.
  • હાલમાં યુકેમાં લગભગ 140,000 પોઝીટીવ કેસ હોઈ શકે છે.
  • લંડન યુકેનુ સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર.
  • હવે નવો વ્યાજનો દર ફક્ત 1%
  • નિવૃત્ત થયેલા 65,000 નર્સો અને ડૉક્ટરોની ભરતી કરાશે.
  • એક જ મહિનામાં દસ લાખ લોકો નોકરી ગુમાવે તેવો ભય.