આખી દુનિયા કોરોનાવાયરસથી પ્રભાવિત છે. તેના કારણે જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સને મુલતવી રાખવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત ઘણા દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો રમતો મુલતવી રાખવામાં નહીં આવે તો તેઓ તેમની ટીમો મોકલશે નહીં.
ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સમિતિએ તેના ખેલાડીઓને આગલા વર્ષ એટલે કે 2021માટે તૈયારી શરૂ કરવા જણાવ્યું છે. બીજી તરફ, જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ સોમવારે કહ્યું હતું કે, “જો કોરોનોવાયરસના કારણે રમતો સંપૂર્ણ રીતે યોજવામાં ન આવી શકે, તો ઓલિમ્પિક મુલતવી રાખવામાં આવશે.” એથલીટ્સની સલામતી સર્વોચ્ચ છે.
“આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પણ પરિસ્થિતિનું પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. કમિટી ઓલિમ્પિકને મોકૂફ રાખવા પર પણ વિચારણા કરી રહી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાનાર છે.ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે, IOA વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેઓ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં પણ છે.
આ મુદ્દે રમત મંત્રી અને રમતગમત સચિવ સાથે વાત કરશે, જેથી ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ થઈ શકે.”જાપાનમાં અત્યાર સુધીમાં 1719થી વધુને ઇન્ફેક્શન થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ આંકડો સતત વધી રહ્યો છે. આને કારણે ઓલિમ્પિક મશાલ યાત્રા પણ સરળ રીતે કરવામાં આવી રહી છે. મશાલ વિશ્વના દેશો થઈને જાપાન પરત ફરી છે.