દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટસે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાંથી રાજીનામુ આપી દીધુ છે.
કંપનીએ આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, બિલ હવે પોતાનુ ધ્યાન અને સમય લોકોની સેવા કરવામાં લગાવવા માંગે છે.જોકે તેઓ કંપનીના સીઈઓ સત્યા નાડેલાના ટેકનિકલ એડવાઈઝરના રુપમાં કામ કરતા રહેશે. બિલ ગેટ્સ હવે પોતાનુ ફોકસ ક્લાઈમેટ ચેન્જ, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર કરવા માંગે છે.આ દિશામાં કામ કરવા માટે મહત્તમ સમય ફાળવવાની તેમની યોજના છે.
ગેટસે પોતાના રાજીનામા અંગે કહ્યુ હતુ કે, માઈક્રોસોફ્ટ કંપની મારી જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે.. જિંદગીના આ નવા પડાવને હું એક સારી તક તરીકે જોઈ રહ્યો છું. કંપની માટે યોગદાન આપવુ મારા માટે ગર્વની વાત છે પણ તેની સાથે સાથે મારી ફરજ બને છે કે, દુનિયા સામે રહેલા કેટલાક પડકારોનો સામનો પણ કરું.