ફોટો શૂટ્સ માટે લલચાવીને મહિલાઓની છેડતી કરવા બદલ કિલબર્નના ઓસમાન સઇદને સાત વર્ષની સજા

0
1119

કિલબર્નના વુડચર્ચ રોડના 42 વર્ષીય ઓસમાન સઇદને 2012 અને 2018ની વચ્ચેના વર્ષો દરમિયાન ફોટો શૂટ્સ માટે લલચાવીને મહિલાઓને દારૂ પીવડાવી કેદ કરીને જાતીય હુમલો કરવાના ત્રણ આરોપો બદલ દોષીત ઠેરવી શુક્રવાર તા 13 માર્ચના રોજ સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે સાત વર્ષની સજા ફટકારી હતી.

સઇદે વેબસાઇટ પર ફોટોશૂટ માટે જાહેરાત મૂકી હતી અને મફતમાં પોટ્રેટ ફોટો લેવામાં આવશે જેનો બન્ને જણા ઉપયોગ કરી શકશે એમ જણાવતો હતો. તે પછી મહિલાઓને રીલેક્ષ દેખાવાય તે માટે થોડો દારૂ પીવા જણાવતો હતો. દારૂ પીધા પછી મહિલા બેહોશ થઇ જાય એટલે તો મહિલાઓના અર્ધનગ્ન હાલતમાં ફોટો લેતો અને જાતીય સ્પર્શ પણ કરતો હતો.

દારૂ પીધા બાદ સુઇ ગયેલી એક મહિલા જાગી ત્યારે પોતાને સઈદની સાથે અન્ડરવેરમાં જોઇ હતી અને સઇદ તેના ફોટો લેતો હતો. તે બહાર નીકળવામાં સફળ રહી હતી. પરંતુ પોલીસને જણાવાયુ હતુ કે એક કેસમાં તો ભોગ બનેલી એક મહિલાને તેણે જવા દીધી ન હતી.

એક કેસમાં તો મહિલા દારૂ પીધા પછી અર્ધબેહોશ થઇ ગઇ ત્યારે સઇદે જાતે જ નગ્ન થઇ જઇ તેણીના પગને સ્પર્શ કરવાનુ શરૂ કર્યુ હતુ. તે મહિલા ટોયલેટ કરવા જવુ છે તેમ કહી ભાગી છૂટી હતી. તેની ફરીયાદને આધારે પોલીસે સઈદની ધરપકડ કરી હતી.