ભારતમાં પણ પ્રસરેલા કોરોના વાયરસના કારણે આઈપીએલનુ હાલનુ શીડ્યુલ બે સપ્તાહ આગળ ખસેડવામાં આવ્યુ છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચથી શરુ થવાની હતી અને હવે તે 15 એપ્રિલ સસ્પેન્ડ કરી દેવાઈ છે.મતલબ કે IPLની શરુઆત 15 એપ્રિલ અથવા તે પછી થશે. ક્રિકેટ બોર્ડ તો IPL ખાલી સ્ટેડિયમોમાં રમાડવા તૈયાર હતુ પણ ફ્રેન્ચાઈઝીઓએ આ પ્રકારના આયોજન માટે ઈનકાર કરી દીધો હતો.હવે ટુર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળી દેવાઈ છે.
શનિવારે IPLની ગર્વનિંગ કાઉન્સિલની બેઠક બાદ ક્રિકેટ બોર્ડ તેની સત્તાવાર રીતે જાહેરાત કરશે.જો 15 એપ્રિલ કે તે પછી IPL રમાડાય તો એક દિવસમાં બે મેચો હોય તેવા દિવસોની સંખ્યા વધી જશે.એક દિવસમાં ત્રણ મેચનુ આયોજન પણ થઈ શકે છે.
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સમા જાહેરાત કરતા કહ્યુ કે, વધુ ભીડવાળા તમામ કાર્યક્રમોને રદ કરવામા આવશે. જે રમતમા હજારો લોકો એકઠા થતા હોય, તેવા આયોજનો નહીં થાય. કોરોના વાઇરસને ફેલાતો રોકવાની જવાબદારી બધા લોકોની છે. તેમજ શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાય તો સાવચેતીપૂર્વક ઘરમા જ રહેવુ હિતાવહ છે.