કોરોનાવાયરસ સામે પ્રતિસાદ
- NHS અને અન્ય જાહેર સેવાઓને ટેકો આપવા માટે £5 બીલીયનનુ ઇમર્જન્સી રિસ્પોન્સ ફંડ
- જાતે એકલા રહેવાનુ પસંદ કરનાર બધાને સ્ટેચ્યુટરી સીક પે ચૂકવાશે. ભલે તેમનામાં લક્ષણો ન હોય.
- નબળા લોકોને મદદ કરવા માટે £ 500 મિલીયનનુ હાર્ડશિપ ફંડ.
- 250થી ઓછા સ્ટાફવાળી કંપનીઓને બીમાર સ્ટાફના બે અઠવાડિયાના પગારનુ રીફંડ કરાશે.
- નાની કંપનીઓ £1.2 મિલિયન સુધીની “બિઝનેસ ઇન્ટરપ્શન” લોન્સ લઇ શકશે.
- £51,000ની નીચેની રેટેબલ વેલ્યુ ધરાવતી રિટેલ, લેઝર અને હોસ્પિટાલિટી ક્ષેત્રની કંપની / બિઝનેસીસને બિઝનેસ રેટમાંથી માફી.
- કોરોનાવાયરસ સામે લડવા માટે £30 બીલીયનનુ પેકેજ
- દુકાનો અને કેફે માટેના બિઝનેસ રેટ રદ
પર્સનલ ટેક્સેશન, પગાર અને પેન્શન
- નેશનલ ઇન્સ્યુરન્સ કોન્ટ્રીબ્યુશન ટેક્સ થ્રેશહોલ્ડ £8,632થી વધારીને £9,500નો કરાયો. જેથી કર્મચારીઓને વાર્ષિક £100નો ફાયદો.
- મહિલાઓના સેનિટરી ઉત્પાદનો પર માત્ર 5% વેટ.
દારૂ, તમાકુ અને બળતણ
- સતત 10માં વર્ષે ફ્યુઅલ ડ્યુટી ફ્રીઝ્ડ
- સ્પીરીટ્સ, બિઅર, સાઇડર અને વાઇન પરની ડ્યુટી ફ્રીઝ્ડ
- પબ્સના માટેના બિઝનેસ રેટ પરની છૂટ £1,000થી વધારીને £5,000 કરાઇ
બિઝનેસ, ડિજિટલ અને સાયન્સ
- પહોંચથી દૂરના સ્થળોએ શ્રેષ્ઠ બ્રોડબેન્ડ માટે £5 બીલીયન ખર્ચાશે.
- ન્યુક્લીયર ફ્યુજન, સ્પેસ અને ઇલેક્ટ્રિક વાહનોના સંશોધન માટે વધારાના £900 મીલીયન.
- ડિસેમ્બરથી ડીજીટલ અખબારો, પુસ્તકો અને શૈક્ષણિક જર્નલો સહિતના ડિજિટલ પ્રકાશનો પરનો વેટ રદ.
પર્યાવરણ અને ઉર્જા
- પ્લાસ્ટિક પેકેજિંગ ટેક્સ એપ્રિલ 2022થી અમલમાં.
- 30% કરતા ઓછી રિસાયક્લેબલ સામગ્રી ધરાવતા ઉત્પાદનો પર ટન દીઠ £200 લેવાશે.
- શિયાળાના પૂર અસરગ્રસ્ત સમુદાયો માટે £120 મિલીયન અને પૂરના નુકશાનથી બચવા માટે £200 મિલીયન.
- આગામી પાંચ વર્ષમાં પૂર સંરક્ષણમાં કુલ રોકાણ ડબલ £ 5.2 બિલીયન કરાશે.
- £640 મિલીયન 30 ,૦૦૦ હેકટરમાં નવા પ્રાકૃતિક વૃક્ષો સહિત કુદરતી વસવાટોના રક્ષણ માટે પળવાશે.
પરિવહન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવાસ
- 2025 સુધીમાં રસ્તાઓ, રેલવે, બ્રોડબેન્ડ અને આવાસ પાછળ £600 બિલીયનથી વધુનો ખર્ચ કરાશે.
- £5 બિલીયન આગામી પાંચ વર્ષમાં ખાડા પૂરવા અને રસ્તાઓને ઠીક કરવા માટે વપરાશે.
- ફર્ધર એજ્યુકેશન કોલેજો પાછળ £5 બિલીયન
- યુક્માં સંપત્તિની ખરીદી કરનાર વિદેશી ખરીદદારો પાસેથી એપ્રિલ 2021થી 2% સ્ટેમ્પ ડ્યુટી સરચાર્જ વસૂલ કરાશે.
- 18 મીટરથી ઉંચા તમામ જાહેર અને ખાનગી આવાસોને લગાવેલા સળગી ઉઠે તેવા ક્લેડીંગને દૂર કરવા £1 બિલીયનનુ ફંડ.
ઇકોનોમી અને પબ્લિક ફાયનાન્સ
- કોરોનાવાયરસની અસરને ધ્યાનમાં ન લેતા આ વર્ષે અર્થતંત્રમાં 1% વૃદ્ધિની આગાહી.
- 2009 પછીની સૌથી ધીમી વૃદ્ધિ.
- 2021-22માં આર્થિક વિકાસની આગાહી 8%, 2022-23માં 1.5% અને 2023-24માં 1.3% રહેશે.
- આ વર્ષે ફુગાવાની આગાહી 4% અને 2021-2022માં વધીને 1.8%.
- સ્કોટલેન્ડ માટે £640 મિલિયન, વેલ્સ માટે £360 મિલીયન અને નોર્ધર્ન આયર્લેન્ડ માટે £ 210 મિલીયન.
- વેલ્સ અને સ્કોટલેન્ડમાં નવી ટ્રેઝરી ઑફિસો ખોલાશે.
- નોર્થ ઇંગ્લેંડના નવું સિવિલ સર્વિસ હબ 750 સ્ટાફને રોજગારી આપશે.