મધ્ય પ્રદેશમાં રાજકીય કકળાટ બાદ હવે રાજસ્થાનમાં વાસણ ખખડી રહ્યાં છે. આગામી 26 માર્ચના રોજ રાજસ્થાનની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ ખુલ્લીને એક બીજાનો વિરોધ કરી રહ્યાં છે.રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિને જોતા કોંગ્રેસના ખાતે બે બેઠક મળવાની નિશ્ચિત છે. પાર્ટી પોતાના ઉમેવદવારના નામ આગામી બે દિવસમાં નિશ્ચિત કરવા પડશે કારણકે નામાંકન માટે છેલ્લી તારીખ 13 માર્ચ છે. જોકે, અત્યારથી રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરું થઇ ગઇ છે.
અત્યારે કોંગ્રેસમાંથી તારિક અનવરથી લઇને રાજીવ અરોડો અને ભંવર જિતેન્દ્ર સિંહથી લઇ ગૌરવ વલ્લભ સુધી અનેક નામ ચર્ચાઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાર્ટી તારિક અનવરને રાજસ્થાનથી રાજ્યસભા મોકલી શકે છે. તારિક અનવર પાંચ વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભા સભ્ય રહીં ચુક્યાં છે. બીજુ નામ રાજીવ અરોડાનુ સામે આવ્યું છે જોકે, પાયલોટ વર્તુળ આ નામનથી સહમત નથી. પાયલોટ રાજીવ અરોડાને લઇને હાઇકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યાં છે.
રાજસ્થાનમાં રાજ્યસભાની કુલ 10 બેઠક છે જેમાંથી હાલ નવ ભાજપ અને એક કોંગ્રેસની પાસે છે. કોંગ્રેસે ગત વર્ષે ઓગસ્ટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અહીંથી રાજ્યસભા મોકલ્યાં હતા. ભાજપના ત્રણ સભ્યો વિજય ગોયલ, નારાયણ પંચારિયા અને રામનારયણ ડૂડીનો કાર્યકાળ નવ એપ્રિલના રોજ પુરો થઇ રહ્યો છે. રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત થતા કોંગ્રેસને આ વખતે બે સીટ મળવાની નિશ્ચિત છે. ભાજપે પોતાના ઉમેદવારનું નામ હજુ જાહેર કર્યું નથી.
રાજ્ય વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યમાંથી કોંગ્રેસની પાસે 107 ધારાસભ્ય અને ભાજપની પાસે 72 ધારાસભ્ય છે. રાજ્યના 13માંથી 12 અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ કોંગ્રેસ પાસે છે. રાજસ્થાનથી રાજ્યસભાની ત્રણ બેઠક માટે 26 માર્ચના રોજ મતદાન યોજાશે.