ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેલબોર્ન ખાતે ભારતને 85 રને હરાવી પાંચમીવાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 184 રન કર્યા. જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતના ટોપ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. શેફાલી વર્મા 2, સ્મૃતિ મંધાના 11, તાનિયા ભાટિયા 2, જેમિમાહ રોડ્રિગ્ઝ 0 અને હરમનપ્રીત કોર 4 રને આઉટ થઇ હતી.
ઓસ્ટ્રેલિયા માટે મેગન શૂટે 4, જેસ જોનસને 3, જ્યારે સોફી મોલિનક્સ, કીમીન્સ અને નિકોલા કેરીએ 1-1 વિકેટ લીધી હતી. ભારતની ઇનિંગ્સ T-20 ક્રિકેટ ઇતિહાસ (મેન્સ-વુમન્સ)માં પહેલી એવી ઇનિંગ્સ છે જ્યાં 10માંથી 10 વિકેટ કેચ દ્વારા પડી હતી.ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં મેલબોર્ન ખાતે ભારતને 185 રનનો લક્ષ્યાંક આપ્યો છે. એલિસા હેલી અને બેથ મૂનિએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 115 રન કર્યા હતા. હેલીએ 30 બોલમાં કરિયરની 12મી ફિફટી પૂરી કરી છે.
તેની 30 બોલમાં ફિફટી ICC મેન્સ અને વુમન્સની કોઈપણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ફાસ્ટેસ્ટ ફિફટી છે. તેણે 39 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 75 રન કર્યા હતા. મૂનિએ 54 બોલમાં 10 ફોર મદદથી 78* રન કર્યા હતા. હેલી રાધાની બોલિંગમાં કૃષ્ણમૂર્તિના હાથે કેચ આઉટ થઇ હતી. જ્યારે મેગ લેનિન્ગ 16 રને દીપ્તિની બોલિંગમાં શિખાના હાથે કેચ આઉટ થઇ હતી. તેના પછી એશ્લે ગાર્ડનર 2 રને દીપ્તિની બોલિંગમાં ભાટિયા દ્વારા સ્ટમ્પ થઇ હતી.