અમેરિકન હેજ ફંડે ઝી ટીવીના સુભાષ ચંદ્રાને ઝી ગ્રુપની શૈક્ષણિક કંપનીમાંથી પોતાનું શેરહોલ્ડિંગ વેચવા જણાવ્યું છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર મેનેજમેન્ટમાં ફેરફાર કરવા માટે ચંદ્રાને પોતાની હિસ્સેદારી ઘટાડવાનું જણાવવામાં આવ્યું છે. મૂન કેપિટલ મેનેજમેન્ટે ચંદ્રાને ઝી લર્ન લિમિટેડમાંથી પોતાની અને એસ્સેલ ગ્રુપની હિસ્સેદારી ઘટાડવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫થી મૂન કેપિટલ ઝી લર્નના શેહોલ્ડર છે. ડિસેમ્બર, ૨૦૧૯ના અંતે ઝી લર્નિંગમાં ચંદ્રા અને તેમના જૂથની હિસ્સેદારી ૫૭ ટકા હતી.ચંદ્રા દેવું ઘટાડવા માટે એસ્સેલ ગ્રુપની મિલકતો વેચી રહ્યાં છે. ગયા વર્ષે ચંદ્રા અને તેમના જૂથે ક્રાઉન જ્વેલ ઝી એન્ટરમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડનો મોટા ભાગનો હિસ્સો વેચી દીધો હતો.