નાઇજીરીયન અને વેલ્શ મૂળની એન ગિવા-અમુ નામની મહિલાએ ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન વિભાગ સામેનો જાતિ અને વયના ભેદભાવ માટેનો દાવો જીતી લીધા પછી DWPને લગભગ £ 400,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. DWP ને ડાયવર્સીટી અવેરનેસ તાલીમ માટે ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનનો સંપર્ક કરવા અને પર્મેનન્ટ સેક્રેટરી પીટર શોફિલ્ડને અમુના કેસની સીધી સમીક્ષા કરવા આદેશ આપ્યો છે.
એની ગિવા-અમુએ બીબીસીને જણાવ્યું હતું કે વિભાગ “જાતિવાદની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે”. ટ્રિબ્યુનલ કેસમાં ન્યાયાધીશે કહ્યું કે તે DWP સ્ટાફ દ્વારા જાણી જોઈને અને ઇરાદાપૂર્વક કરાતી પજવણીનો ભોગ બની હતી. જોકે DWPએ કહ્યું હતુ કે વિભાગમાં જાતિવાદ અસ્વીકાર્ય છે અને તે નિર્ણયને ખૂબ ગંભીરતાથી લે છે.
અમુ 2017 માં કેર્ફિલીમાં DWP શાખામાં વહીવટી અધિકારી તરીકે જોડાઇ હતી. તેણી એકમાત્ર નોન વ્હાઇટ અને 50 વર્ષથી વધુની તાલીમાર્થી હતી. પણ DWPના કર્મચારીઓએ જાણી જોઇને અમુ માટે “પ્રતિકૂળ વાતાવરણ” બનાવ્યું હતું. ત્રણ વર્ષના કઠોર અનુભવ પછી ચુકાદાથી રાહત થઇ છે.”
ચેતવણી: આ અહેવાલમાં જાતિવાદી અને અપમાનજનક ભાષા શામેલ છે
કોર્ટમાં જણાવાયુ હતુ કે તે એશિયન મૂળની નહોવા છતાય DWPના એક અધિકારીએ તેની હાજરીમાં “પા**-પ્રેમી” જેવી જાતિવાદી ભાષાનો ઉપયોગ કરીને તેના ગૌરવનું ઉલ્લંઘન કર્યું હતું. તો બીજાએ અમુને વધુ અપમાનિત કરી મોટેથી હસ્યો હતો અને તેના કોહર્ટને કહ્યું હતુ કે તેણે “તેના બમને સ્પર્શ કર્યો હતો”.
અધિકારીઓએ અમુ પર વારંવાર આઇસક્રીમ ચોરી કરે છે તેવો આક્ષેપ કર્યો હતો અને તે બાજુમાં હોય ત્યારે પોતાની જાત પર બોડી-સ્પ્રે છાંટ્યુ હતુ. અમૂ માર્ચ 2017માં માંદગીની રજા પર ગયા હતા અને તે વર્ષે ઑક્ટોબરમાં તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા હતા.