અમેરિકાની જાણીતી અંતરીક્ષ એજન્સી નાશાની વૈજ્ઞાનિક ક્રિસ્ટીના કુક આંતરાષ્ટ્રિય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર લગભગ 11 મહિના બાદ ગુરૂવારે સુરક્ષીત પૃથ્વી પર પાછી ફરી. અવકાશમાં તેમનું આ મિશન કોઇ મહિલાનું અત્યાર સુંધીનો સૌથી લાંબું મિશન છે, કોચ આંતરરાષ્ટ્રિય સમયાનુસાર સવારે 9.12 વાગ્યે પૃથ્વી પર પરત ફરી. તેમણે અંતરીક્ષમાં 328 દિવસ વિતાવ્યા તેમની સાથે યુરોપિય અંતરિક્ષન એજન્સીનાં લુકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ એજન્સીનાં એલેક્ઝાન્ડર સ્કોવોર્તસોવ પણ હતાં, અંતરિક્ષ એજન્સી રોસ્કોસમોસ દ્વારા લેન્ડિંગ સ્થળનો બનાવવામાં આવેલા વિડિયોમાં કુક મોડ્યુલથી નિકળતા સમયે હસતા જોવા મળ્યા છે. કુક ગયા વર્ષે 14 માર્ચે પૃથ્વીથી રવાના થઇ હતી, તેમણે કહ્યું કે હુ હાલ બહું અભિભુત અને ખુશ છું, મિશિગનમાં જન્મેલી અને વ્યવસાયથી એન્જીનિયર કુક 41 વર્ષની છે. કુકે ગત વર્ષ 28 ડિસેમ્બરનાં દિવસે કોઇ મહિલા દ્વારા એક જ અંતરિક્ષ ઉડાનમાં 289 દિવસ રહેવાનાં પહેલાનાં રેકોર્ડને તોડ્યો હતો, તે રેકોર્ડ નાશાનાં પેગી વ્હિટસને 2016-17માં બનાવ્યો હતો.