કેન્દ્ર સરકારે બીન નિવાસી ભારતીયો (એનઆરઆઈ)એ વિદેશમાં કરેલી કમાણી પર ભારતમાં કર ચૂકવવા અંગે બજેટમાં કરાયેલી જોગવાઈ પર રવિવારે ખૂલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું કે એનઆરઆઈએ વિદેશમાં કરેલી કમાણી પર ભારતમાં ટેક્સ ચૂકવવાનો થતો નથી. જોેકે, ભારતીય કંપની આૃથવા વ્યક્તિ મારફત એનઆરઆઈએ કમાણી કરી હશે તો જ તેણે ટેક્સ ચૂકવવો પડશે. જરૂર પડશે તો કાયદાની સુસંગત જોગવાઈઓમાં જરૂરી સ્પષ્ટિકરણનો સમાવેશ કરાશે.
નાણાં બીલ 2020માં દરખાસ્ત કરાઈ છે કે કોઈ ભારતીય નાગરિક કોઈ દેશ આૃથવા અિધકાર ક્ષેત્રમાં કર ચૂકવવા માટે જવાબદેય નથી તેવા લોકોને ભારતમાં રહેતો હોવાનું માનવામાં આવશે. આ એક એન્ટી અબ્યુઝ પ્રોવિઝન છે. કારણ કે સરકારના ધ્યાનમાં એવું આવ્યું છે કે કેટલાક ભારતીય નાગરિકો ભારતમાં કર ચૂકવવામાંથી બચવા માટે ઓછા આૃથવા કર રહિત ક્ષેત્રોમાં પોતાનું રહેઠાણ બદલી નાંખે છે.
સરકારે નાણાં બીલ 2020ની દરખાસ્ત પછી આ સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રસ્તાવ મુજબ દરેક ભારતીય નાગરિક જે તેના નિવાસ આૃથવા પ્રવાસના કારણે અન્ય કોઈ દેશમાં કર ચૂકવવા પાત્ર ન હોય તેને પ્રવાસી ભારતીય માનવામાં આવશે અને તેના માટે તેણે વિદેશમાં કરેલી આવક ભારતમાં કર યોગ્ય હશે.
સરકારની જાહેરાત મુજબ નવી જોગવાઈનો આશય અન્ય દેશોમાં કાયદાકીય રૂપે કામ કરતા હોય તેવા ભારતીય નાગરિકોને ટેક્સના દાયરામાં લાવવાનો નથી. મધ્ય-પૂર્વ સહિત અન્ય દેશોમાં કામ કરતાં વાસ્તવિક શ્રમિકો કે જેઓ આ દેશોમાં કર ચૂકવવા જવાબદાર નથી તેમની કમાણી પર ભારતમાં કર વસૂલવા માટે આ જોગવાઈ બનાવાઈ હોવાનો ભ્રમ ફેલાયો હતો. જોકે, આ નવી જોગવાઈની આ પ્રકારની વ્યાખ્યા ભૂલ ભરેલી છે.