નાણાંકિય વર્ષ 2020-21 માટેનું ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ બજેટ રજુ કરી રહ્યાં છે. ત્યારે આ બજેટમાં અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. તેમણે તમામ સેક્ટર્સમાં કંઈક ખાસ કરવાની જાહેરાત કરી છે. તેની સાથે એક સવાલ એ થાય કે આ બજેટમાં ગુજરાતને શું મળ્યું? આ સવાલના જવાબમાં ગુજરાતની ઐતિહાસિક પૌરાતત્વિક સાઈટોને આઈકોનિક સાઈટ તરીકે વિકસીત કરવામાં આવશે. દેશમાં આવી પાંચ સાઈટો જેવી કે રખીગઢી, હસ્તનાપુર, શિવસાગર, ઘોલાવિરા અને આદિયાનલુરનો સમાવેશ થાય છે. હવે ગુજરાતની વાત કરીએ તો તેમાં રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધોલાવીરા સાઈટને વિકસીત કરવામાં આવશે, તે ઉપરાંત ત્યાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનાવવામાં આવશે. જ્યારે લોથલ પાસે સાગર સંગ્રહાલય બનાવવામાં આવશે એવી જાહેરાત નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આ વખતના બજેટમાં કરી છે.