ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 170થી વધુ થઇ ગઇ છે, દરમિયાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચીનથી પોતાના દેશમાં પાછા ફરતા લોકો પર કડક નજર રાખવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ ડબલ્યુ એચ ઓ (વિશ્ર્વ આરોગ્ય સંસ્થા)ના અધિકારીઓએ ચીનની બહાર લોકોમાં વાયરસ ફેલાયા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, શરુઆતમાં આ મહામારીને તુલ ન આપનારી વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને વૈશ્ર્વિક મહામારી જાહેર કરવા પર નિર્ણય લેવા માટે બીજી વાર બેઠક બોલાવી છે.
કોરોના વાયરસ મામલે હાલતની ગંભીરતા જોઇને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ઇમર્જન્સી બેઠક બોલાવી છે. જેમાં એ નક્કી કરવામાં આવશે કે શું આ વાયરલ બીમારીનેગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવી કે નહીં. જો આમ થાય તો આંતર રાષ્ટ્રીય સ્તરે આ બમારી સામે કામ ચલાવવા પગલાં લેવામાં આવી શકે છે.
જીનીવામાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનમે જણાવ્યું હતું કે ગત વર્ષે જાહેર કરેલ પોતાના રિપોર્ટ પર સંગઠનને ખેદ છે, જેમાં બીમારીના ગ્લોબલ રિસ્કને ‘હાઈ’ની જગ્યાએ ‘મોડરેટ’ બતાવવામાં આવ્યું હતું. તેમણે ટવીટ કરીને જાવ્યું હતું કે મેં કરોના વાયરસી પર ગુરુવાર ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમર્જન્સી કમીટીની બીજી વાર બેઠકનો નિર્ણય કર્યો છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના માઈકલ રાયને જણાવ્યું હતું કે કરોના મામલે હવે પૂરી દુનિયાએ એલર્ટ રહેવાની અને એકશન લેવાની જરુરત છે. તેને ઇન્ટરનેશનલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવાની દિશામાં પગલું જાહેર કરી શકાશે.
બીજી બાજુ કોરોના વાયરસનો કાળો કહર શમતો નથી. ચીનમાં કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170થી વધુ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં 7711 જેટલા કેસ બહાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 32 હતી અને વધુ 1737 કેસો બહાર આવ્યાં છે.
મુંબઈમાંથી 195 જેટલાં અમેરિકીઓને કાઢવામાં આવ્યા હતાં. જેમાં કોઇમાં કોરોનાના લક્ષણો નહોતા જોવા મળ્યાં. જાપાને તેની ચાર્ટર્ડ ફલાઈટમાં 210 જેટલાં જાપાનીઓને ટોકિયો ખસેડ્યા હતાં. કોરોના વાયરસથી અસરગ્રસ્તોની સંખ્યા ચીનમાં 1737 પહોંચી છે. જેનો વિશ્ર્વમાં પણ ફેલાવો થતાં વિશ્ર્વભરમાં હાલ કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 6હજારને પાર કરી ગઇ છે.
તો કોરોના વાયરસનાં ખોફના કારણે ભારત સહિત ચાર દેશો બ્રિટન, રશિયા, ઇન્ડોનેશિયા અને મ્યાનમારના વિમાનોએ ચીનની ઉડાનો રદ કરી દીધી છે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ચીનની યાત્રા ન કરવાની અપીલ કરી છે. કાર ઉત્પાદક કંપની ટોયટાએ પણ કોરોના વાયરસના પગલે પ્લાન્ટ બંધ કર્યો છે.
જાપાન, અમેરિકાએ પોતાના નાગરિકોનું પોતાના દેશ પાછા બોલાવ્યા છે. ત્યારે ભારતે પણ વુહાનમાં ફસાયેલા 300છાત્રોને એરલિફટ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત ફ્રાન્સ અને દ. કોરિયા પણ પોતાના લોકોને સ્થળાંતર કરવાની કોશિશમાં છે.
કોરોનાં વાયરસનાં આતંકના પગલે ચીનની હોટેલોમાં હાલ સન્નાટો ફેલાયો છે. વુહાનમાં વૈભવી હોટલ ધી માર્કો પોલોમાં સ્વાગત કરવા માટે કોઇ નથી. ચીનમાં ભયનું વાતાવરણ એટલું છે કે લોકો એકબીજા સાથે સલામત અંતર રાખી રહ્યા છે.