ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોનું ગગનયાન મિશન ડિસેમ્બર 2021માં લૉન્ચ કરવામાં આવશે, પરંતુ આ પહેલા બે માનવરહિત મિશન થશે. પહેલું મિશન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. આ મિશનમાં એક મહિલા રોબોટને ગગનયાનમાં બેસાડીને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ISROએ બુધવારે માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મોકલવામાં આવનાર હ્યૂમનોઇડ વ્યોમમિત્રાનો વીડિયો જાહેર કર્યો.
ISROના વૈજ્ઞાનિક સૈમ દયાલે કહ્યું કે હ્યૂમનોઇડ મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે. આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. 1984માં રાકેશ શર્મા રશિયાના અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષ ગયા હતા. આ વખતે ભારતના એસ્ટ્રોનોટ્સ ભારતના અંતરિક્ષ યાનમાં બેસીને સ્પેસમાં જશે. ISRO ચીફ સિવને કહ્યું કે, “ગગનયાનના અંતિમ મિશનથી પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં અંતરિક્ષમાં મનુષ્ય જેવા રોબોટ મોકલવામાં આવશે. આ મનુષ્ય જેવા દેખાતા હ્યૂમનોઇડ રોબોટ હશે. અન્ય દેશ આવા મિશનથી પહેલા અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે. હ્યૂમનોઇડ શરીરના તાપમાન અને ધબકારા સંબંધિત ટેસ્ટ કરશે.” સિવને જણાવ્યું કે, “ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં જ 4 પસંદગીના એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે.”
સિવને કહ્યું કે ગગનયાન માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવાનું મિશન નથી. આ મિશન આપણને આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગ મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, “આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક શોધ, આર્થિક વિકાસ, શિક્ષણ, ટેક્નિકલ વિકાસ અને યુવાઓને પ્રેરણા આપવી એ બધા દેશોનું લક્ષ્ય છે. કોઇ ભારતીય દ્વારા અંતરિક્ષની યાત્રા આ બધી પ્રેરણાઓ માટે સૌથી ઉત્તમ પ્લેટફોર્મ છે.”
2022માં ISRO માનવ મિશન ગગનયાન લોન્ચ કરશે. તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સામેલ થશે. આ મિશનમાં ISRO કોઇ મહિલાને મોકલી રહ્યું નથી. તેના માટે ISROએ મહિલાના ચહેરા વાળો હ્યૂમનોઇડ તૈયાર કર્યો છે જેને વ્યોમમિત્રા નામ આપવામાં આવ્યું છે. ISROના ચેરમેન સિવને કહ્યું કે, “હ્યૂમનોઇડ મોટાભાગે તૈયાર છે. અમે ઇચ્છીએ છીએ કે તે આપણી ક્ષમતાઓ દર્શાવવાની સાથે આ મિશનનો ઉદ્દેશ્ય પણ પૂર્ણ કરે. ઉદ્દેશ્ય છે કે એસ્ટ્રોનોટ્સ મિશનમાં જાય અને સુરક્ષિત પરત ફરે.”
કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “આપણા ગગનનૉટ્સની ટ્રેનિંગ રશિયામાં 11 મહિના ચાલશે. ત્યારબાદ તેઓ ભારત આવીને ક્રૂ મૉડ્યૂલની ટ્રેનિંગ લેશે.
આ ટ્રેનિંગ બેંગલુરુની પાસે ચલકેરામાં થવાની સંભાવના છે.” ગગનયાન મિશન અંતર્ગત ઇસરો ત્રણ અંતરિક્ષત યાત્રીઓને પૃથ્વીથી 400 કિમી ઉપર અંતરિક્ષમાં 7 દિવસની યાત્રા કરાવશે. આ અંતરિક્ષ યાત્રીઓને 7 દિવસ માટે પૃથ્વીની લૉ-ઑર્બિટમાં ચક્કર લગાવવાનાં રહેશે. આ મિશન માટે ઇસરોએ ભારતીય વાયુસેનાને અંતરિક્ષ યાત્રી પસંદ કરવા કહ્યું છે.