૨૦19માં અક્ષય કુમારે સફળતાનો એક નવો ઇતિહાસ રચ્યો છે. તેની ચાર ફિલ્મો હિટ થઇ છે, અને સાથેસાથે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં અક્ષય કુમાર એક માત્ર બોલીવૂડનો એકટર બન્યો છે જેણે ૨૦19 માં રૂપિયા 1000 કરોડથી પણ વધુ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકસન કર્યું છે. જ્યારે બીજા સ્થાને હૃતિક રોશન અને ત્રીજા સ્થાને સલમાન ખાન રહ્યો છે.
2019માં અક્ષયની ચાર ફિલ્મો રિલીઝ થઇ હતી. આ બધી જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. તેના વર્લ્ડ વાઇડ ગ્રસ કલેકશનની વાત કરીએ તો ફિલ્મ ‘ગુડ ન્યુઝએ’ રૂપિયા ૩૦૦ કરોડનું ગ્રોસ કલેકશન કર્યું છે.
27 ડિસેમ્બરે રિલીઝ થયેલીઆ ફિલ્મ ફક્ત 18 દિવસોમાં જ આટલી સફળતા મેળવી લીધી હતી. આ પહેલા 2019માં અક્ષયની પહેલી રિલીઝ ‘કેસરી હતી જેનું રૂપિયા 207.09 વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન હતું, ફિલ્મ હાઉસફુલ 4’નું 280.27 કરોડ જ્યારે ‘મિશન મંગલ’નું 290.59 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. આ સઘળા મળીને વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન રૂપિયા 1076 કરોડ થાય છે.