ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રથી ઈમીગ્રેશન નીતિઓ વિષે અનિશ્ચિતતા તથા ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણીમાં મત આપવાની ઈચ્છાના કારણે અમેરિકામાં રહેતા ઘણાં વસાહતીઓએ નાગરિકતા લેવાનું પસંદ કર્યું છે. 30 સપ્ટેમ્બરે પુરા થતા રાજકોષીય વર્ષમાં 8.34 લાખ ઈમીગ્રન્ટસને અમેરિકી નાગરિકતા આપવામાં આવી હતી. આગળના વર્ષ કરતાં આ સંખ્યા 9.5% અને 11 વર્ષમાં સૌથી વધુ છે.
યુનાઈટેડ સ્ટેટસ સીટીઝનશીપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસીસ (યુએલસીઆઈએસ) એ જણાવ્યું હતું કે ગ્રીનકાર્ડના રૂપમાં 5.77 લાખ વ્યક્તિઓને કાયમી નિવાસ અપાયો હતો, 2018ની સરખામણીએ આ સંખ્યામાં 47.4% નો ઘટાડો થયો છે. દેશવાર જન્મના ડેટા આવતા અમેરિકી હોમલેન્ડ સિકયુરીટી વિભાગના રિપોર્ટ મુજબ ભારતમાં જન્મેલી 52,194 વ્યક્તિઓને અમેરિકી નાગરિકતા આપવામાં આવી હતી.
અમેરિકી નાગરિકતા આપવામાં આવી હોઈ તેવું ભારતીયોનું સૌથી બીજું મોટું જૂથ છે. નવી નાગરિકતામાં આ જૂથનો હિસ્સો 6.9% છે, અને આગળના વર્ષ કરતાં એમાં 2.7% નો વધારો થયો છે.1.3 લાખની વધુ સંખ્યા સાથે અમેરિકી નાગરિકતા મેળવનારનું મેકિસકો સૌથી મોટુ જુથ છે. 39,600 સંખ્યા સાથે ચાઈનીઝે નાગરિકતા મેળવવામાં ત્રીજા સ્થાને રહ્યા હતા. યુએસસીઆઈએસએ ખુલાસો કર્યો છે કે, ગ્રીનકાર્ડ અને નાગરિકતા માટેની પડતર અરજીઓની સંખ્યામાં અનુક્રમે 14% અને 12% ઘટી છે.