નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 1038 કરોડ રૂપિયાનું કાળું નાણું હોંગકોંગમાં મોકલવા બદલ સીબીઆઇએ 51 એકમો સામે કેસ દાખલ કર્યો છે તેમ સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું છે. સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર કે 51 એકમાના મોટા ભાગના માલિકા ચેન્નાઇના રહેવાસી છે. 51 એકમોના માલિકોએ ત્રણ સરકારી બેંકો બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંકના અજાણ્યા અધિકારીઓ સાથે મળીને આ કાળું નાણું ટ્રાન્સફર કર્યુ હતું.
24 ખાતા દ્વારા 488.39 કરોડ રૂપિયા અને 27 ખાતા દ્વારા 549 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇને માહિતી મળી હતી કે કાળું નાણું ટ્રાન્સફર કરવા માટે આ ત્રણ બેૅકોની ચાર શાખાઓમાં 48 એકમોના 51 ચાલુ ખાતા ખોલવામાં આવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર સીબીઆઇએ પોતાની એફઆઇઆર 48 કંપનીઓ ઉપરાંત મોહંમદ ઇબ્રામસા જોહની, ઝિન્તા મિધાર અને નિઝામુદ્દીનના નામનો ઉલ્લેખ કર્યો છે.
સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે કંપનીઓએ બેંકમાં રજૂ કરેલા બિલ અનુસાર 24માંથી 10 કંપનીઓએ નાની માત્રામાં આયાત કરી હતી પણ આયાત કરેલી વસ્તુએ અને આયાતનું મૂલ્ય મેચ થતા ન હતા. સીબીઆઇની એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓ અને આ રેકેટમાં સંડોવાયેલાઓને ટ્રાન્સફર કરાયેલી રકમના આધારે કમિશન ચૂકવવામાં આવ્યું હતું. એજન્સીએ વધુમાં આરોપ મૂક્યો છે કે મોટા ભાગની રકમ 2015ના અંતિમ છ માસમાં મોકલવામાં આવી હતી.