અમેરિકાના ઉડ્ડયન વિભાગે ગુરુવારે અમેરિકાની એરલાઈન કંપનીઓ અને તેમના પાયલટોને ચેતવણી આપી છે કે કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિને કારણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવો જોખમી છે. અમેરિકાના ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશને 30 નવેમ્બર, 2019ના રોજ વિમાનકર્મીઓને નોટિસ (એનએટીએએમ) પાઠવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉડાન દરમિયાન સાવધાની રાખે. કટ્ટરપંથી અથવા આતંકવાદી ગતિવિધિઓને કારણે પાકિસ્તાન અને તેનું એરસ્પેસ અમેરિકાના નાગરિક વિમાનો માટે જોખમકારક છે. એનએટીએએમ અમેરિકાના તમામ એરલાઈન કંપનીઓ અને પાયલટ્સ માટે માન્ય છે. અમેરિકાના ઉડ્ડયન વિભાગે તેના એનએટીએએમમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં એરપોર્ટ પર ઓછી ઊંચાઈ પર ઉડાન વખતે અથવા વિમાન લેન્ડ કરતા સમયે હુમલાનું સૌથી વધારે જોખમ છે.