બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના આરોપી 48 વર્ષીય નિરવ મોદીને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથા રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી 30 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. કોર્ટે નિરવ મોદીને 3 0 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપ્યો છે. મોદીને આજે દર 28 દિવસે થતી નિયમિત સુનાવણી માટ લંડનની વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી રજૂ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે 48 વર્ષીય નિરવ મોદીએ નવેમ્બરમાં વધુ એક જામીન અરજી દાખલ કરી હતી. જો કે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે નિરવ મોદીની આ જામીન અરજી ફગાવી દીધી હતી. ભારત સરકાર વતી બ્રિટનની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ) મોદી સામે લંડનમાં કેસ લડી રહી છે. મે, 2020માં નિરવ મોદી સામેના પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિરવ મોદીની લંડનમાં 19 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ ઇંગ્લેડની સૌૈથી ભરચક વન્ડસવર્થ જેલમાં બંધ છે.