હેલગામ આતંકવાદી હુમલાના પગલે પોલીસે મેગા ઓપરેશન હાથ ધરીને અનેક બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી (PTI Photo)

ગુજરાતમાં બાંગ્લાદેશ ઘૂસણખોરીને શોધી કાઢવા માટેનું મેગા ઓપરેશન ચાલુ કર્યા પછી પોલીસે સોમવાર સુધીમાં આશરે 6,500 શંકાસ્પદોને અટકાયતામાં લીધા હતાં. આમાંથી 450 લોકો બાંગ્લાદેશના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સહાયે જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન બાદ, રાજ્યભરમાં આવી કવાયત હાથ ધરાઈ છે. આ કવાયતમાં કુલ 6,500 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરાઈ છે અને તેમની ઓળખની ચકાસણી થઈ રહી છે.

અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યા પછી, ગુજરાતના તમામ જિલ્લાઓ અને પોલીસ કમિશનરોને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવાનું કાર્ય હાથ ધરવા માટે કહેવામાં આવ્યું હતું. મારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ અમે લગભગ 6,500 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી છે. અત્યાર સુધી 450 બાંગ્લાદેશી નાગરિકો અહીં (ગુજરાતમાં) ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સ્થાપિત થયું છે. બાકીના અટકાયતીઓની પૂછપરછ ચાલુ છે. અમને લાગે છે કે અમે મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઓળખ સ્થાપિત કરી શકીશું.

તેમણે જણાવ્યું હતું કે એકવાર બાંગ્લાદેશી નાગરિકો તરીકે તેમની ઓળખ સ્થાપિત થઈ જાય, પછી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સાથે સંકલન કરીને તેમના દેશનિકાલ માટે પગલાં લેવામાં આવશે.અમદાવાદ અને સુરતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ અટકાયતમાં લેવામાં આવેલા 1,000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને દેશનિકાલ કરવા માટે પગલાં લેતા પહેલા તેમની રાષ્ટ્રીય ઓળખ સ્થાપિત કરવા માટે દસ્તાવેજી અને તકનીકી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY