ચીનના શીઆમેનમાં ગયા સપ્તાહે શરૂ થયેલી સુદિરમાન કપ બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતનો પ્રથમ મેચમાં જ રવિવારે ડેન્માર્ક સાથે 1-4થી પરાજય થયો હતો. ગ્રુપ ડીની આ ટક્કરમાં ભારતની પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોયનો સિંગલ્સમાં તેમજ મિક્સ્ડ ડબલ્સમાં તનિશા અને ધ્રુવનો પણ પરાજય થયો હતો.
સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી નાદુરસ્ત તબિયતના પગલે રમી શક્યા નહોતા. તનિશા તથા શ્રુતિએ મહિલા ડબલ્સમાં નતાસ્જા અને એલેક્ઝાન્ડ્રાને હરાવી ભારતને આશ્વાસનરૂપ એકમાત્ર વિજય અપાવ્યો હતો. ભારતનો બીજો મુકાબલો મંગળવારે ઈન્ડોનેશિયા સામે છે.
