અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો એક અથવા બીજી રીતે પોતાની રીતે જ તેનો ઉકેલ લાવશે. હું ભારતની ખૂબ નજીક છું અને હું પાકિસ્તાનની ખૂબ નજીક છું. તેઓ કાશ્મીરમાં 1,000 વર્ષથી લડાઈ લડી રહ્યાં છે. કાશ્મીરમાં 1,000 વર્ષથી આવું ચાલી રહ્યું છે, કદાચ તેનાથી પણ વધુ સમય માટે. ગઈકાલે બન્યું હતું તે ખરાબ હતું. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વધ્યો છે અને તેઓ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે આ પ્રતિક્રિયા આપી હતી.
