અમેરિકામાં રેસીક્લબ દ્વારા તાજેતરમાં કરાયેલા એક વિશ્લેષણ પ્રમાણે, દેશના 300 સૌથી મોટા મેટ્રોપોલિટન શહેરોમાંથી 60માં ઘરોની કિંમત ઘટી રહી છે, જે શહેરોની સંખ્યા ફેબ્રુઆરીમાં 42 અને જાન્યુઆરીમાં 31 હતી. જ્યારે નોર્થ-ઇસ્ટ અને મિડવેસ્ટમાં કડક ઇન્વેન્ટરીના કારણે કિંમતમાં વધારો થયો છે, ત્યારે એરિઝોના, ટેક્સાસ, ફ્લોરિડા અને લૂસિયાના જેવા રાજ્યોમાં મકાનોની સંખ્યાંમાં થયેલા વધારાને કારણે ઘણા બજારમાં કિંમતોમાં થોડો ઘટાડો નોંધાયો છે. ઓસ્ટિન (-4.6%), ટેમ્પા (-4.5%), સાન એન્ટોનિયો (-2.7%), ફોનિક્સ (-2.5%), ડલ્લાસ (-2.4%), જેક્સનવિલે (-2.3%), ઓર્લાન્ડો (-2.2%), ન્યૂ ઓર્લિયન્સ (-1.9%), આટલાન્ટા (-1.8%) અને મિયામી (-1.5%) જેવા મુખ્ય મેટ્રોપોલિટન શહેરોમાં દર વર્ષે સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો છે. ઘર ખરીદનારાઓ હવે એ બજારોમાં વધુ ભાવ મેળવી રહ્યા છે, જ્યાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિ મોટાભાગે ખાસ તો ગલ્ફ કોસ્ટ અને માઉન્ટેન વેસ્ટ જેવા સન બેલ્ટમાં જોવા મળે છે. આ વિસ્તારોમાં કોવિડ મહામારી દરમિયાન કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે સ્થાનિક આવક વૃદ્ધિ કરતાં પણ વધુ હતો. ટેમ્પા અને ઓસ્ટિન જેવા વિસ્તારોમાં સ્થાનિક આવકના આધારે ઘરની વધેલી કિંમતને જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સન બેલ્ટમાં નવા ઘરની વધી રહેલી ઉપલબ્ધતા આ ઘટી રહેલી કિંમતના વલણને વધારી રહી છે. વેચાણને જાળવી રાખવા માટે, બિલ્ડરો વારંવાર ભાવમાં ઘટાડો અથવા વધુ લાલચ-આકર્ષક ઓફર કરે છે. જે ઘર ખરીદનારાઓએ અગાઉ અત્યારની મિલકતો લેવાનું વિચાર્યું હશે તેઓ હવે ઓછી કિંમતે નવા બાંધકામ પસંદ કરી રહ્યા છે.
