સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના ૧,૮૬૬ કેસ નોંધાયા છે. ઘરેલું ઝઘડાઓ લોકોના આત્યંતિક પગલું ભરવાનું સૌથી મોટું કારણ રહ્યું હતું. લાંબી બીમારી અને આર્થિક તંગી પણ બીજા બે મહત્ત્વના કારણો હતો.
ગુજરાતના ડાયમંડ હબમાં આત્મહત્યાના વધતા જતા બનાવોથી ચિંતિત થઈને પોલીસે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને કાઉન્સેલિંગ ઉપરાંત ભાવનાત્મક ટેકો પૂરો પાડવા અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે બે સમર્પિત હેલ્પલાઇન શરૂ કરી છે.સર્વેમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગના આત્મહત્યાના કિસ્સાઓ એવા વિસ્તારોમાં નોંધાયા છે જ્યાં ફેક્ટરી કામદારોની સંખ્યા સૌથી વધુ છે.
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે જણાવ્યું હતું કે “આત્મહત્યા અટકાવવા માટે પગલાં સૂચવવા માટે લગભગ ત્રણ મહિના પહેલા બે ડીસીપીના નેતૃત્વ હેઠળ રચાયેલી સમિતિએ છેલ્લા ત્રણ વર્ષ (૨૦૨૨થી ૨૦૨૪) દરમિયાન શહેરમાં નોંધાયેલા ૧,૮૬૬ આત્મહત્યાના કેસોનો અભ્યાસ કર્યો હતો. સમિતિએ વિવિધ કારણોની યાદી આપી હતી જેના કારણે લોકો આ આત્યંતિક પગલું ભરે છે.”
