(PTI Photo)

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સ અને તેમના પરિવારે જયપુરના પ્રખ્યાત અંબર કિલ્લાની મુલાકાત લીધી ત્યારે તેમનું લાલ જાજમ, શણગારેલા હાથીઓ, રંગબેરંગી રંગોળીઓ અને લોક નર્તકો સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
વેન્સ, તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરી અને તેમના ત્રણ બાળકો – ઇવાન, વિવેક, મીરાબેલ – સવારે લગભગ 9.30 વાગ્યે આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ પહોંચ્યાં હતાં. વેન્સ પરિવારે કિલ્લામાં લગભગ બે કલાક વિતાવ્યા હતાં અને પછી વૈભવી રામબાગ પેલેસ હોટેલમાં પાછા ફર્યા હતાં, જ્યાં તેઓ રોકાયા છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારીએ કિલ્લામાં તેમનું સ્વાગત કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા કર્મચારીઓની સાથે વેન્સ મુખ્ય આંગણા – જલેબ ચોક – માં પ્રવેશતા જ, ચંદા અને માલા નામની બે શણગારેલી માદા હાથીઓએ તેમની સુંઢ ઉંચી કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેઓએ કચ્છી ઘોડી, ઘૂમર અને કાલબેલિયા જેવા લોકનૃત્યો દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોયો હતો, જે રાજસ્થાનની જીવંત સંસ્કૃતિની ઝલક આપે છે. વેન્સ તેમના પુત્રો, ઇવાન અને વિવેકનો હાથ પકડીને રેડ કાર્પેટ પર ચાલ્યા હતા, તેમની પત્નીએ પુત્રી મીરાબેલને તેડી હતી. પરિવાર પ્રભાવશાળી આંગણા અને સ્થાપત્યથી મોહિત થઈ ગયો હતો.

અંબર કિલ્લો જયપુરથી લગભગ ૧૧ કિમી દૂર અરવલ્લી પર્વતમાળામાં આવેલો છે. તે આછા પીળા, ગુલાબી રેતીના પથ્થર અને સફેદ આરસપહાણથી બનેલો એક વિશાળ મહેલ છે. આ કિલ્લો ચાર મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે, દરેક ભાગમાં તેના પોતાના આંગણા છે.કચ્છવાહા રાજપૂતોએ જયપુરમાં રાજધાની ખસેડી તે પહેલાં અંબર તેમની રાજધાની હતી. માનસિંહ પહેલાએ ૧૬મી સદીના અંતમાં નવા મહેલ સંકુલનું બાંધકામ શરૂ કર્યું.

LEAVE A REPLY