(ANI Photo)

ફિલ્મ ‘જાટ’ના એક દ્રશ્યમાં ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે તેવી ફરિયાદ બાદ અભિનેતા સની દેઓલ, રણદીપ હુડ્ડા અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

ખ્રિસ્તી સમુદાયના નેતાએ દાખલ કરેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 10 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં એવા દ્રશ્યો છે જે ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધાર્મિક પ્રથાઓનું અપમાન કરે છે. ફરિયાદી વિક્લાવ ગોલ્ડે આ વર્ષે 18 એપ્રિલના રોજ ઉજવાતા ગુડ ફ્રાઈડેની આસપાસ ફિલ્મના રિલીઝના સમય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

જલંધર કેન્ટ પોલીસ સ્ટેશનના SHO સંજીવ કુમારે જણાવ્યું હતું કે આ કેસમાં અભિનેતા સની દેઓલ, રણદીપ હુડા અને વિનીત કુમાર, દિગ્દર્શક ગોપીચંદ અને નિર્માતા નવીનનું નામ આપવામાં આવ્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments