ભારતનું ફોરેક્સ રીઝર્વ તાજેતરમાં 1.56 બિલિયન ડોલર વધીને 677.83 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું. સતત છઠ્ઠા સપ્તાહમાં વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. આ અગાઉના સમયમાં ફોરેક્સ રીઝર્વ 10.87 બિલિયન ડોલર વધીને 676.26 બિલિયન ડોલર વધ્યું હતું.
11 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ 89.2 કરોડ ડોલર વધીને 574.98 બિલિયનડોલર થયું હતું. ગોલ્ડ રીઝર્વ 63.8 કરોડ ડોલર વધીને 79.99 બિલિયન ડોલર થયું હતું. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું રીઝર્વ 4.3 કરોડ ડોલર વધીને 4.502 બિલિયન ડોલર થયું હતું. ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર-2024માં ફોરેક્સ રીઝર્વ 704.885 બિલિયન ડોલરના વિક્રમી સ્તર પર પહોંચ્યું હતું.
