સની દેઓલની નવી ફિલ્મ જાટ તાજેતરમાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ છે. આ એક્શન થ્રિલર ‘જાટ’ તેલુગુ ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક ગોપીચંદ માલીનેનીનું બોલીવૂડમાં દિગ્દર્શન તરીકે પદાર્પણ છે. સની દેઓલ ઉપરાંત, ‘જાટ’માં રેજીના કેસાન્ડ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે રણદીપ હુડ્ડા વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. ગોપીચંદ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ  ‘જાટ’ (સની દેઓલ) ની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં વિનીતકુમાર સિંહ, સૈયામી ખેર અને રેજીના કસાન્ડ્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. રણદીપ હુડ્ડા ખતરનાક વિલન ‘રણતુંગા’ના રોલમાં છે.
જાટ એટલે કે સન્ની દેઓલ એટલે કે બ્રિગેડિયર બલબીર પ્રતાપ સિંહ બે ખતરનાક ગુંડાઓ રણદીપ હુડ્ડા એટલે કે રણતુંગા અને વિનીત કુમાર સિંહ એટલે કે સોમુલુને ખતમ કરશે. આ બંને ગેરકાયદે રીતે દક્ષિણ ભારતમાં આવે છે અને ત્યાં 40 ગામોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરે છે. ત્યાં તેમનું રાજ ચાલે છે. મોટામાં મોટા નેતાઓ અને પોલીસ કર્મીઓ પણ તેમના હાથમાં છે. પછી એક દિવસ અચાનક એક જાટ અહીં આવે છે. કંઈક એવું બને છે કે તેને આ લોકોની માફી માંગવી પડે છે અને પછી તેને કંઈક એવું જાણવા મળે છે જે રણતુંગાના લંકામાં તબાહી મચાવે છે. રામ્યા રાષ્ટ્રપતિની ભૂમિકામાં છે. જગપતિ બાબુ સીબીઆઈ ઓફિસમાં છે. આ સ્ટોરી આંધ્રપ્રદેશના મોટુપલ્લી ગામની છે. સયામી ખેર, એક પોલીસ અધિકારી છે, જે રણતુંગા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. રેજીના કેસાન્ડ્રા એક શક્તિશાળી નકારાત્મક ભૂમિકા ભજવે છે. રેજીનાએ રણતુંગાની પત્નીની ભૂમિકા ભજવી છે. રણતુંગાની પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે. આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મનું નિર્માણ મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 100 કરોડ રૂપિયાના બજેટમાં બનાવી હોવાનું કહેવાય છે અને તેનું શૂટિંગ હૈદરાબાદ, બાપટલા અને વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેટફ્લિક્સે આ ફિલ્મના પોસ્ટ-થીયેટ્રિકલ ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ હસ્તગત કર્યા છે. એટલે કે ફિલ્મ થીયેટરમાં રિલીઝ થયા પછી નેટફ્લિક્સ પર OTT પ્રીમિયર થશે. જોકે, OTT રિલીઝની તારીખ હજુ સુધી જાહેર થઇ નથી.

LEAVE A REPLY