યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતો સહિત 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહનો સમાવેશ કરાયો છે. ૧૮ એપ્રિલે વિશ્વ હેરિટેજ દિવસે યુનેસ્કોએ આ જાહેરાત કરી હતી.
આ રજિસ્ટરમાં માનવતાના દસ્તાવેજી વારસા તરીકે પુસ્તકો, હસ્તપ્રતો, નકશા, ફોટોગ્રાફ્સ, ધ્વનિ અથવા વિડિઓ રેકોર્ડિંગ્સનો સમાવેશ થાય છે.

યુનેસ્કોના નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવીને જણાવ્યું હતું કે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ એ આપણા કાલાતીત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.

યુનેસ્કોએ જણાવ્યું હતું કે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સંગ્રહ કરાયેલ અને બીજી સદી બીસીની આસપાસ કોડિફાઈ કરાયેલ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર “નાટ્યવેદનું એક પ્રતીક છે. તેમાં ગાંધર્વવેદ તરીકે ઓળખાતા 36,000 શ્લોકો છે અને તે કલાનું મૌખિક જ્ઞાન છે.

“ભગવદગીતાનો હસ્તપ્રત સંગ્રહ: વિશ્વવ્યાપી વાચકો અને પ્રભાવ સાથે ભારતીય વિચારનો પ્રાચીન સંગ્રહ-ગ્રંથ”એ હવે યુનેસ્કોના પ્રખ્યાત રજિસ્ટરમાં સ્થાન મેળવ્યું છે. ભગવદગીતામાં ૧૮ અધ્યાયમાં ૭૦૦ શ્લોક છે, તે મહાકાવ્ય મહાભારતના ભીષ્મપર્વમાં સાથે જોડાયેલા છે. તે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદના સ્વરૂપમાં લે છે. યુનેસ્કોએ જણાવ્યું હતું કે દાર્શનિક ગહનતા અને વિશાળતાને કારણે ભગવદગીતા સદીઓથી વિશ્વભરમાં વાંચવામાં આવે છે અને ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.

ગુરુવારે, યુનેસ્કોએ તેના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં 74 નવા દસ્તાવેજી વારસા સંગ્રહનો ઉમેરો કર્યો હતો. આની સાથે આ સંગ્રહમાં સામેલ સંગ્રહોની સંખ્યા 570 થઈ હતી.

LEAVE A REPLY