પાટણની ઐતિહાસિક રાણકી વાવ અથવા રાણીની વાવ

ગુજરાતના 18 હેરિટેજ સ્થળોની 2024માં દેશ વિદેશના આશરે 36.95 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ સ્થળોમાંથી યુનેસ્કોની ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સેની ૧૨.૮૮ લાખથી વધુ પ્રવાસીએ મુલાકાત લીધી હતી.

સરકારના ડેટા મુજબ ૭.૧૫ લાખથી વધુ પ્રવાસીઓએ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત લીધી, ૩.૬૪ લાખ પ્રવાસીઓએ પાટણમાં રાણકી વાવની વાવની મુલાકાત લીધી, ૧.૬ લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છમાં ધોળાવીરાની મુલાકાત લીધી અને ૪૭,૦૦૦ પ્રવાસીઓએ પંચમહાલ જિલ્લામાં ચાંપાનેરની મુલાકાત લીધી હતી. આ ચાર સ્થળોને યુનેસ્કો દ્વારા સ્થાપત્ય વિશિષ્ટતા, ઇતિહાસ, પાણી વ્યવસ્થાપન અને કલા અને નગર આયોજન જેવી વિશેષતાઓ માટે વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

૨૦૦૪માં ચાંપાનેર અને તેની બાજુમાં આવેલા પાવાગઢને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.પાવાગઢ ટેકરી પર આવેલું કાલિકા માતાનું મંદિર આઠમી સદીના શાસક વનરાજ ચાવડા દ્વારા બંધાયેલા ‘શક્તિપીઠો’ પૈકીનું એક છે. ચાંપાનેરનું નામ ચાવડાની સેનાના સેનાપતિ ચાંપરાજના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

રાણકી વાવ અથવા રાણીની વાવ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે. આ ઐતિહાસિક વાવ ૧૧મી સદીના અંતમાં અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવની પ્રથમ રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી.૨૦૧૪માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો.

૨૦૧૭માં યુનેસ્કોએ સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલા કોટવાળા શહેર અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો. કચ્છ જિલ્લામાં આવેલા હડપ્પા યુગના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાને 2021માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. તે 5,000 વર્ષ જૂની સિંધુ ખીણ સંસ્કૃતિનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.

રાજ્ય સરકારની હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25 હેઠળ, ગુજરાતના ગામડાઓ અને નગરોમાં સ્થિત હેરિટેજ ઇમારતો, મહેલો અને કિલ્લાઓને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY