અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની હકાલપટ્ટી કરવાનો મજબૂત સંકેત આપ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ફેડ ઝડપથી વ્યાજદરમાં ઘટાડો કરી રહી નથી. પોવેલે યુરોપિયન સેન્ટ્રલ બેન્કની જેમ લાંબા સમય પહેલા વ્યાજદરમાં ઘટાડો કરવો જોઇતો હતો, પરંતુ તેમાં ઘટાડો કર્યો નથી.
અગાઉ પોવેલે જણાવ્યું હતું કે અમે ક્યારેય કોઈ રાજકીય દબાણથી પ્રભાવિત થવાના નથી અને અમારી સ્વતંત્રતા કાયદાનો વિષય છે. પોવેલના આ નિવેદન પછી તેમની આકરી ટીકા કરતાં ટ્રમ્પે ગુરુવારે પોવેલ પર વ્યાજ દરમાં ઘટાડો ન કરીને “રાજકારણ રમવાનો” આરોપ મૂક્યો હતો. તેમની પાસે પોવેલને “ખૂબ જ ઝડપથી” નોકરી પરથી કાઢી મૂકવાની સત્તા છે, અને તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે પોવેલ જશે.
