હરિયાણા જમીન સોદા કેસમાં કથિત ગેરરીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સતત ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે છેલ્લા બે દિવસમાં આ 56 વર્ષીય ઉદ્યોપતિની દસ કલાકથી વધુ
પૂછપરછ કરવામાં આવી છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા ગુરુવારે પણ ચાલુ રહી હતી.
વાડરા સવારે ૧૧ વાગ્યે દિલ્હી સ્થિત ED ઓફિસ પહોંચ્યાં હતા. તેમની સાથે તેમની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા, જે વાયનાડના સાંસદ છે.
વાડ્રાએ EDની કાર્યવાહીને તેમના અને તેમના પરિવાર સામે રાજકીય બદલોગણાવી હતી અને કહ્યું હતું કે તેમણે હંમેશા એજન્સીને સહકાર આપ્યો છે અને હજારો પાનાના દસ્તાવેજો પૂરા પાડ્યા છે, આ કેસોમાં “બંધ” કરવાની જરૂર છે જે લગભગ 20 વર્ષ જૂના છે.
વાડ્રા સામેની તપાસ હરિયાણાના માનેસર-શિકોહપુર (હવે સેક્ટર 83) ગુરુગ્રામમાં જમીન સોદા સાથે જોડાયેલી છે.ફેબ્રુઆરી 2008માં સ્કાયલાઇટ હોસ્પિટાલિટી નામની કંપનીએ 3.5 એકર જમીન 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી.અગાઉ આ કંપનીના ડાયરેક્ટર વાડ્રા હતા. જમીનનો સોદો થયો ત્યારે ભૂપિન્દર સિંહ હુડ્ડાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર સત્તામાં હતી. ચાર વર્ષ પછી સપ્ટેમ્બર 2012માં કંપનીએ આ જમીન રિયલ્ટી કંપની DLFને 58 કરોડ રૂપિયામાં વેચી હતી.
