Wooden gavel and British flag.

વેસ્ટ લંડનના હિલિંગ્ડનના મેપલ એવન્યુમાં એક ઘરને કોઇ જ પ્લાનિંગ પરમીશન વગર ગેરકાયદેસર રીતે ચાર અલગ-અલગ સાંકડા ફ્લેટમાં અને ગાર્ડનમાં બેડરૂમ, રસોડું, શાવર રૂમ અને લાઉન્જ બનાવી લોકોને ભાડે આપનાર ભારતીય મૂળના દંપત્તિને £270,000થી વધુ રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સિંહ અને કૌરને વ્યક્તિગત રીતે £10,000નો દંડ અને £4,480 કેસ ચલાવવાના ખર્ચ પેટે ચૂકવવા આદેશ અપાયો હતો. જજે તમામ દંડની ચુકવણી માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો અને જો તેઓ નિષ્ફળ થશે તો બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા થઈ શકે છે.

હાઉન્સલોના મુન્સ્ટર એવન્યુ ખાતે રહેતા અમરજીત સિંહ અને જસબિંદર કૌરે યિવ્સલીમાં એક ઘરને વિભાજીત કરનાર દંપત્તી આઈલવર્થ ક્રાઉન કોર્ટમાં હાજર થતાં તેમના પાંચ ગેરકાયદેસર યુનિટો પર વસુલ કરેલ ભાડાની આવક £250,055.80 ચૂકવવાનો જપ્તી આદેશ આદેશ આપવામાં આવ્યો હતો.

હિલિંગ્ડન કાઉન્સિલ દ્વારા 27 જૂન, 2018ના રોજ મેપલ એવન્યુ ખાતે મિલકતની તપાસ કરાતા પરવાનગી વિના બગીચામાં બનાવાયેલા મોટા આઉટબિલ્ડિંગ અને મુખ્ય ઘરમાં બનાવાયેલા ચાર ફ્લેટ જણાયા હતા.

કાઉન્સિલે આ બાબતે પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસ જારી કરી હતી જેનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મિલકત અને આઉટબિલ્ડીંગ ભાડૂતોને ભાડે આપવાનું ચાલુ રખાયું હતું. સિંઘ અને કૌરને શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટે પ્લાનિંગ કંટ્રોલ ભંગના બે ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા હતા.

LEAVE A REPLY