મનીફેક્ટ્સના ડેટા મુજબ ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી ૫% અથવા ૧૦% ડિપોઝિટની જ જરૂર હોય તેવા સોદાઓની સંખ્યા હાલમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. હાલમાં કોઈપણ સમય કરતાં સૌથી વધુ ઓછી ડિપોઝિટવાળા મોરગેજ પસંદ કરવા માટે મળી રહ્યા છે.
મનીફેક્ટ્સ અનુસાર, હોમ લોનના 5% ડિપોઝિટ ઓફર કરી શકતા ખરીદદારો માટે, પસંદગી માટે 442 મોર્ટગેજ છે. બે વર્ષ પહેલાં આ સંખ્યા 204 હતી. 10% ડિપોઝિટ ચૂકવી શકતા લોકો માટે હાલ 845 પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જે એપ્રિલ 2023માં 684 હતી. જોકે, તેમને માટે વ્યાજનો દર સરેરાશ 5%થી વધુ છે. પણ 40% ડિપોઝિટ ચૂકવતા લોકો 5%થી ઓછા દર ચૂકવે છે.
પ્રોપર્ટી વેબસાઇટ ઝૂપ્લાના આંકડાઓ અનુસાર હાલમાં વેચાણ માટે ગ્રાહક સંમત થાય તે પહેલાં ઘરો સામાન્ય રીતે એક મહિનાથી વધુ સમય માટે નોંધાયેલા રહે છે. તાજેતરમાં યુકે હાઉસિંગ માર્કેટ પ્રમાણમાં સ્થિર થયું છે, જોકે ખરીદદારોને હજુ પણ ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વ્યાજ દરો અને સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર અંગે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે.
