અમેરિકાએ નાના પાર્સલ પર ટેરિફ વસૂલવાની જાહેરાત કર્યા પછી હોંગકોંગ પોસ્ટ ઓફિસ અમેરિકામાં નાના પાર્સલ મોકલવાનું બુધવાર 16 એપ્રિલથી બંધ કર્યું હતું. અમેરિકાએ 2 મેથી હોંગકોંગથી આવતા નાના પાર્સલ પર 120 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
હોંગકોંગ અત્યાર સુધી 800 ડોલરથી ઓછા મૂલ્યના પાર્સલ કોઇ કસ્ટમ ડ્યૂટી ભર્યા વગર અમેરિકા મોકલી શકતું હતું. સરકારે જણાવ્યું હતું કે હોંગકોંગ પોસ્ટ વોશિંગ્ટન વતી ટેરિફ એકત્રિત કરશે નહીં અને બુધવારથી અમેરિકા માટેના નાના પાર્સલ લેવાનું બંધ કરશે.હોંગકોંગ એક મુક્ત બંદરનો દરજ્જો ધરાવે છે તેમ છતાં અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર વિવાદમાં સપડાયું છે. ૧૯૯૭માં બ્રિટને તેનો કબજો ચીને આપ્યો હતો.
