ઇન્ડો-પેસિફિક મંત્રી કેથરિન વેસ્ટે કહ્યું હતું કે “આર્થિક વિકાસને આગળ ધપાવવો એ લેબર સરકારનું પ્રથમ મિશન છે અને તેથી જ અમે ભારત સાથેના અમારા સંબંધોને સુપરચાર્જ કરી રહ્યા છીએ. ભારતને યુકેની ઓફર મજબૂત છે. સ્થિરતા, ખુલ્લી અર્થવ્યવસ્થા અને સુધારા બિઝનેસીસ કરવાનું સરળ બનાવે છે. આજે અમે બંને દેશો વચ્ચે નવી વ્યવસાયિક તકો ખોલવા માટે એક પગલું આગળ વધી રહ્યા છીએ.’’

વેસ્ટે કહ્યું હતું કે “ભારત અને યુકે એક સ્થાયી જીવંત સેતુ શેર કરે છે. ફક્ત સાથે મળીને કામ કરીને જ આપણે ભારતીયો અને બ્રિટિશ લોકો માટે સમાન તકો પૂરી પાડવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

આ અગાઉ જુલાઈ 2024 માં ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ દિલ્હીની મુલાકાત લઇ ટેકનોલોજી સીક્યુરીટી ઇનીશીએટીવ (TSI) શરૂ કરી હતી તથા માર્ચ 2025માં ચેવનિંગ હાઉસ ખાતે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે યુકે-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી. ફેબ્રુઆરી 2025માં, બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે દિલ્હીની મુલાકાત દરમિયાન યુકે-ભારત વેપાર સોદા પર વાટાઘાટો ફરીથી શરૂ કરી હતી.

LEAVE A REPLY