યુકેમાં ભારતીયો અને હિન્દુઓ માટે કામ કરતી થિંક ટેન્ક ઇનસાઇટ યુકેએ યુકેમાં રહેતા હિન્દુઓ માટે હિન્દુ વિરોધી નફરતની વધતી ચિંતાને સમજવા માટે એક ગ્રાઉન્ડબ્રેકિંગ સર્વે શરૂ કર્યો છે.

આ પહેલનો ઉદ્દેશ્ય એન્ટી સેમેટીઝમ અને ઇસ્લામોફોબિયાથી વિપરીત યુકેના અધિકારીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી તેવા હિન્દુ વિરોધી નફરત બાબતે હિન્દુઓના જીવંત અનુભવોનું દસ્તાવેજીકરણ કરવાનો અને હિન્દુ વિરોધી નફરત બાબતે આંતરદૃષ્ટિ માટે કરાઇ છે.

આ સર્વે દ્વારા શું તમે યુકેમાં હિન્દુઓ હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓને ઓળખી શકો છો? ક્યાં અને કોને જાણ કરવી તે અંગેની માહિતી છે? આ મુદ્દા અંગેની તમારી જાગૃતિ, અને જો તમે હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓની સત્તાવાળાઓને જાણ કરી હોય તો તમારા અનુભવો કેવા રહ્યા હતા તેની માહિતી મેળવવાની છે.

ઇનસાઇટ યુકે દ્વારા જણાવાયું છે કે ‘’રાષ્ટ્રવ્યાપી સર્વેમાં મળેલા જવાબો સરકારને હિન્દુ વિરોધી નફરતને સત્તાવાર રીતે માન્યતા આપવા માટે દબાણ કરવામાં મદદ કરશે તથા આપણા સમુદાય માટે વધુ સારી સુરક્ષા, સમર્થન અને કાર્યવાહી થશે. આ સર્વેના પ્રતિભાવો અને સર્વેના પ્રશ્નોના વિશ્લેષણમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.’’

સૌ હિન્દુઓને સર્વેમાં ભાગ લેવા અને બ્રિટિશ હિન્દુઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવા અપીલ કરાઇ છે. સર્વેમાં ભાગ લેવા માંટેની લિંક. https://insightuk.org/anti-hindu-hate-survey વેબસાઈટ: www.insightuk.org

LEAVE A REPLY