(ANI Photo)

સહારા ગ્રુપ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે મહારાષ્ટ્રના લોનાવાલામાં 707 એકર જમીન ટાંચમાં લીધી હતી. આ જમીનના પ્લોટ સહારુ ગ્રુપે લક્ઝરીયલ એમ્બી વેલી સિટીનું કર્યું છે તેની નજીક છે.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ જમીનનું બજારમૂલ્ય આશરે રૂ.1,460 કરોડ છે અને સહારા ગ્રુપની કંપનીઓ દ્વારા ડાઇવર્ટ કરાયેલા ફંડમાંથી ખરીદવામાં આવી હતી. ખરા ખરીદારદારોને છુપાવવા માટે મોટાભાગે બેનામી સોદા કરાયા હતા.

સહારા ઇન્ડિયા અને તેની ગ્રુપ એન્ટિટીઝ સામે નોંધાયેલા કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ જમીન જપ્ત કરવામાં આવી છે. આ રહેણાંક સોસાયટીને “ભારતનું પ્રથમ આયોજિત હિલ સિટી” તરીકે ઓળખવામાં આવતી હતી. વિવિધ રાજ્ય પોલીસ ડિપાર્ટમેન્ટે દાખલ કરેલા કેસોને આધારે આ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે સહારા ગ્રુપ અનેક પ્રકારની પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યું હતું. આ પોન્ઝી સ્કીમ અનેક અલગ અલગ કંપનીઓના માધ્યમથી ચાલી રહી હતી. જેમાં એચઆઇસીસીએસએલ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસસીસીએસએલ), સહારાયન યુનિવર્સલ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી (એસયુએમસીએસ), સ્ટાર્સ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસએમસીએસએલ) વગેરે સામેલ છે.

LEAVE A REPLY