(Photo by NOAH SEELAM/AFP via Getty Images)
પંજાબ કિંગ્સ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ઓપનરોએ ધમાકેદાર બેટિંગ દ્વારા અનેક વિક્રમ નોંધાવ્યા હતા. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતા ફક્ત 41 બોલમાં સદી ફટકારી હતી, જે તેની આઈપીએલ કેરિયરની પહેલી સદી છે.
તેણે કે. એલ. રાહુલનો 132 રનનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં અભિષેકને બે જીવનદાન મળ્યા હતા. એ પછી, તે 55 બોલમાં 141 રન કરીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા. અભિષેકની સદી પુરી થતા જ સ્ટેડિયમમાં હાજર તેના પરિવારજનો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.
જો કે, આઈપીએલમાં તેના કરતાં વધારે વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલ તથા એક અન્ય ખેલાડીનો છે.એ ઉપરાંત, પંજાબ કિંગ્સે 245 રનનો જંગી સ્કોર ખડકી દીધો હોવા છતાં તેનો 8 વિકેટે પરાજય થયો હતો.

LEAVE A REPLY