ગુજરાતના નર્મદા જિલ્લામાં વ્યાધાર ખાતે મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.(@DrSJaishankar on X via PTI Photo)

ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવાર 14 એપ્રિલે નર્મદા જિલ્લામાં તેમને દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી હતી અને કેટલાંક વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતાં.

ગુજરાતની આ મુલાકાત દરમિયાન જયશંકરે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) હેઠળ નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમના દ્વારા દત્તક લેવાયેલા વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તેઓ ગામડાઓનું નિરીક્ષણ કરવા અને વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે બે દિવસ નર્મદા જિલ્લામાં વિતાવશે. સોમવારે તેમણે જેતપુર ખાતે મહિલાઓ માટે ડિલિવરી એન્ડ ડિલિવરી રિકવરી કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો.  કોલવન અને સગાઈ ખાતે પણ તેમણે આવા સેન્ટરોનો શિલાન્યાસ કર્યો હતા તથા ગરુડેશ્વર માટે MPLAD યોજના હેઠળ નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી હતી. તેમણે અમાડલામાં એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી.

મંગળવારે જયશંકર રાજપીપળામાં છોટુભાઈ પુરાણી જિમ્નેશિયમ મહાવિદ્યાલયના જિમ્નેશિયમ હોલનું ઉદ્ઘાટન કરશે. તેઓ લાછરસ ગામમાં સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરશે.તેઓ મંગળવારે ખેડા જિલ્લામાં ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે અને બુધવારે નવી દિલ્હી જતા પહેલા અમદાવાદમાં લોથલ પુરાતત્વીય સ્થળની મુલાકાત લેશે.

LEAVE A REPLY