સુરતમાં શુક્રવાર, ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રહેણાંક ટાવરમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે અગ્નિશામકો પ્રયાસ કરી રહ્યા છે PTI Photo)

સુરતમાં શુક્રવારે સવારે એક રેસિડેન્શિયલ ટાવરમાં ભીષણ પછી ટેરેસ પર ફસાયેલા 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.શહેરના વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી હેપ્પી એક્સેલન્સિયા ઇમારતના સાતમા માળે સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ટૂંક સમયમાં જ ટોચના બે માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા.

સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સુરત ફાયર બ્રિગેડે રહેવાસીઓને ઇમારત નીચે ઉતરવામાં મદદ કરી હતી. ટેરેસ પર ફસાયેલા અઢાર લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતાં અને આગ પર કાબૂમાં મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ ઇમારતની સામે રહેતા ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંઘવીએ કહ્યું કે તેઓ બગીચામાં જોગિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમના નિવાસસ્થાન પાસે આગ જોઈ હતી.

LEAVE A REPLY