અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર ચાલુ કર્યું છે ત્યારે નવી દિલ્હી ખાતેના બેઇજિંગના રાજદૂતે જણાવ્યું હતું કે ચીન વધુ ભારતીય પ્રોડક્ટસની આયાત કરવા અને વેપાર સહયોગને મજબૂત બનાવવા માટે તૈયાર છે.2020માં લદ્દાથ સરહદ પર થયેલી અથડામણના કારણે સંબંધોમાં ખટાશ આવ્યા બાદ, બંને એશિયાઈ પડોશીઓ તેમના સંબંધોને ફરીથી સુધારવાના પગલાં લઇ રહ્યાં છે ત્યારે ચીનની રાજદૂતે આ નિવેદન આપ્યું હતું.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે મંગળવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના રાજદ્વારી સંબંધોની શરૂઆતની 75મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન સંદેશાઓની આપ-લે કરતી વખતે કહ્યું કે, ચીન અને ભારતે સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ.
ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે સોમવારે પ્રકાશિત એક મુલાકાતમાં ચીનના રાજ્ય સમર્થિત અખબાર ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે “અમે વેપાર અને અન્ય ક્ષેત્રોમાં વ્યવહારુ સહયોગને મજબૂત કરવા અને ચીની બજારને અનુકૂળ હોય તેવા વધુ ભારતીય ઉત્પાદનોની આયાત કરવા માટે ભારતીય પક્ષ સાથે કામ કરવા તૈયાર છીએ.અમે હિમાલય પાર કરવા અને ચીનમાં સહયોગની તકો શોધવા માટે વધુ ભારતીય સાહસોનું સ્વાગત કરીએ છીએ, જેથી ચીનના વિકાસના લાભો વહેંચી શકાય.
એમ્બેસેડરે દાવો કર્યો હતો કે, ચીન વેપારને સંતુલિત કરવા અમેરિકાના સ્થાને ભારત પાસેથી વધુ ચીજોની આયાત કરશે. ચીને જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળી અમેરિકાના ટેરિફનો જવાબ આપવાની તૈયારી પણ કરી છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધો ભલે કડવાશભર્યા હોય પરંતુ દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત છે. દેશના વેપાર મંત્રાલયના ડેટા અનુસાર, 2023-24માં બંને દેશો વચ્ચે 101.7 અબજ ડૉલરનો વેપાર થયો હતો. ભારતે પેટ્રોલિયમ ઓઇલ, આયર્ન ઓર, મરિન પ્રોડક્ટ્સ, અને વેજિટેબલ ઓઇલ સહિતની મુખ્ય આયાત જ કુલ 16.6 અબજ ડૉલરની નોંધાઈ હતી.
