ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઘૂંટણની સર્જરીને કારણે ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના મોટાભાગની મેચો ગુમાવશે. 31 વર્ષીય ઓલી સ્ટોનને ઘૂંટણની ઈજા અને સર્જરી ઈંગ્લેન્ડ અને નોટિંઘમશાયર બંને માટે એક મોટો ઝટકો છે.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 20થી 24 જૂન સુધી લીડ્સમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન બર્મિંઘમમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન લંડનમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનમાં રમાશે.
