શુક્રવાર, 4 એપ્રિલ, 2025 ના રોજ, ગુજરાતના અમદાવાદમાં, સંસદમાં વકફ (સુધારા) બિલ પસાર થવાનો વિરોધ કરી રહેલા લોકોની પોલીસ કર્મચારીઓએ અટકાયત કરી. હતી. (PTI Photo)

વક્ફ (સુધારા) બિલ વિરુદ્ધ શુક્રવારે અમદાવાદમાં વિરોધી દેખાવો કરવા બદલ પોલીસે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ગુજરાત એકમના પ્રમુખ અને તેના લગભગ 40 સભ્યોની અટકાયત કરી હતી. શુક્રવારની નમાઝ પછી મુસ્લિમો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

ગુજરાત અમદાવાદ, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, ઝારખંડ, તમિલનાડુ, આસામ સહિતના રાજ્યોમાં કેટલીક જગ્યાઓ શુક્રવારની નમાઝ પર મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધી દેખાવો કર્યા હતા.

સંસદના બંને ગૃહોમાં મેરેથોન ચર્ચા બાદ ગુરુવારે લોકસભા અને શુક્રવારે વહેલી સવારે રાજ્યસભામાં વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પસાર થયું.

સંસદમાં બિલ પસાર થવાનો વિરોધ કરવા માટે AIMIMના સભ્યો અને સમર્થકો અમદાવાદના લાલ દરવાજા વિસ્તાર પાસે એકઠા થયાં હતાં. રાજ્ય AIMIM પ્રમુખ સાબીર કાબલીવાલાના નેતૃત્વ હેઠળ પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને દાવો કર્યો કે શાસક પક્ષ હવે મસ્જિદો અને કબ્રસ્તાન જેવી મુસ્લિમ મિલકતો પાછળ પડી ગયો છે.કારંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.ટી. ચૌધરીએ જણાવ્યું હતું કે, “કોઈપણ પૂર્વ પરવાનગી વિના જાહેર રસ્તા પર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હોવાથી, પોલીસે કાબલીવાલા અને અન્ય 41 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. તેમને સાંજ સુધીમાં મુક્ત કરવામાં આવશે.

LEAVE A REPLY