સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ થવા પર બુધવારે ભોપાલમાં મુસ્લિમ સમુદાયનો સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લેકાર્ડ હાથમાં લઇને ઉજવણી કરી હતી. (ANI Photo)

મુસ્લિમો અને વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં વિવાદાસ્પદ વક્ફ (સુધારા) 2025 બિલ બુધવારે રજૂ કર્યું હતું. આ બિલનો હેતુ વકફ મિલકતોની કામગીરીમાં સુધારો કરવાનો, જટિલતાઓને દૂર કરવાનો, પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ટેકનોલોજી-આધારિત સંચાલન લાવવાનો છે.

સરકારી અને મુસ્લિમ સંગઠનોનો અંદાજ મુજબ દેશમાં 25થી વધુ વકફ બોર્ડ છે અને તેમની પાસે લગભગ 85,1535 મિલકતો અને 900,000 એકર જમીન છે. દેશના વક્ફ બોર્ડનો ભારતના ટોચના ત્રણ જમીન માલિકોમાં સમાવેશ થાય છે.

વકફ (સુધારા) બિલ, કેન્દ્રીય વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની દરખાસ્ત છે અને સરકારને વિવાદિત વકફ મિલકતોની માલિકી નક્કી કરવાનો હક મળશે. વિપક્ષ અને ઇસ્લામિક જૂથો આ બિલને મુસ્લિમોની માલિકીની સંપત્તિ હડપ કરવાની સરકારની ચાલ માને છે.

લોકસભામાં બિલ રજૂ કરનારા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે તે ભ્રષ્ટાચાર, ગેરવહીવટનો અંત લાવશે અને કેટલાક મુસ્લિમ પરિવારો અને ઉચ્ચ વર્ગના જૂથો દ્વારા નિયંત્રિત માલિકીના નિયમોની તપાસ કરશે.આ બિલને “મુસ્લિમ તરફી સુધારા” તરીકે જોવું જોઈએ. આ બિલને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે ફક્ત મિલકતો સંબંધિત છે.

પ્રધાને દાવો કર્યો હતો કે સામાન્ય મુસ્લિમોને 70 વર્ષ સુધી વોટ-બેંકની રાજનીતિ માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં કારણ કે વક્ફ બોર્ડ પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં સામાન્ય મુસ્લિમોને તેનો કોઇ લાભ મળ્યો નથી. 2004 સુધીમાં, કુલ 4.9 લાખ મિલકતો વક્ફ પાસે હતી અને તેમની આવક માત્ર 163 કરોડ રૂપિયા હતી.આટલી બધી પ્રોપર્ટીની આટલી ઓછી આવક આપણે સ્વીકારી શકીએ નહીં. આવક ઓછામાં ઓછી 12,000 કરોડ રૂપિયા હોવી જોઈએ. વકફ મિલકતનો ઉપયોગ ગરીબ મુસ્લિમો માટે થવો જોઈએ, અને આ હેતુને પ્રાપ્ત કરવા માટે વકફ બિલની જરૂર છે. અગાઉના કાયદાના દુરુપયોગના ઉદાહરણો આપતા પ્રધાને જણાવ્યું હતું કે હરિયાણામાં એક ગુરુદ્વારાને વકફની સંપત્તિ જાહેર કરાઈ હતી.

LEAVE A REPLY