REUTERS/Dado Ruvic/Illustration/File Photo
જેપી ગ્રુપની મુખ્ય કંપની જયપ્રકાશ એસોસિએટ્સ (JAL) કોર્પોરેટ નાદારીનો કેસમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. નાદારી કાનૂની પ્રક્રિયા મારફત આ કંપનીને ખરીદવા માટે અદાણી ગ્રુપ, જેએસડબ્લ્યુ ગ્રુપ, વેલસ્પન, વેદાંત, ઓબેરોય રિટલ્ટી, દાલમિયા ભારત સહિતના ગ્રુપે  રસ દાખવ્યો હોવાના અહેવાલ છે. કુલ મળીને 25 જેટલા બિડર્સે જેપી એસોસિએટ્સને ખરીદવામાં રસ દાખવ્યો છે.
જેપી એસોસિએટ્સ રિયલ એસ્ટેટ, સિમેન્ટ ઉત્પાદન, હોસ્પિટાલિટી, એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન જેવા બિઝનેસમાં હાજરી ધરાવે છે. આ ગ્રુપ ગંભીર નાણાકીય દેવા હેઠળ દબાઈ ગયું અને ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ લેણદારોએ તેના પર રૂ.57,185 કરોડની રકમ લેવાની બાકી છે.
\એસબીઆઈના નેતૃત્વ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમે જેપી એસોસિએટ્સને આપેલી લોન સ્ટ્રેસ્ડ લોન બનતા NARCLએ તે હસ્તગત કરી હતી. વર્ષ 2023-24માં જેપી એસોસિએટ્સના કુલ ટર્નઓવરમાં રિયલ એસ્ટેટનો 14 ટકા હિસ્સો હતો. કંપનીનો સિમેન્ટ પ્લાન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એક્વિઝિશન ટારગેટ છે. હાલ તેના ચાર સિમેન્ટ પ્લાન્ટ છે પણ નોન-ઓપરેશનલ છે. મધ્ય પ્રદેશમાં કેટલીક લાઈમસ્ટોનની લીઝ માઈન છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments