ભારતના ટેક્સ સત્તાવાળાએ ટેલિકોમ ઇક્વિપમેન્ટની આયાત પર ટેરિફ ન ભરવા બદલ ટેક્સ અને પેનલ્ટી પેટે 601 મિલિયન ડોલર (આશરે રૂ.5,150 કરોડ) ચુકવવા આદેશ કર્યો છે. સરકારે કોઇ વિદેશી કંપનીને મોકલેલી આ મોટી મોટી ડિમાન્ડ નોટિસ છે. સેમસંગે ભારતમાં ગયા વર્ષે 955 મિલિયન ડોલરનો નફો કર્યો હતો. જોકે કંપની ટેક્સ ટ્રિબ્યુનલ કે કોર્ટમાં સરકારની નોટિસને પડકારી શકે છે.

દક્ષિણ કોરિયાની આ કંપનીએ ટેલિકોમ ઇક્વિપમેન્ટના આયાતમાં ગેરરીતિ કરી હોવાનો આરોપ છે. ટેક્સ ઑથોરિટીએ જણાવ્યું હતું કે સેમસંગે ટેક્સ વિભાગને ગેરમાર્ગે દોર્યો હતો. કંપની 4G ટેલિકોમ સિસ્ટમ માટે મહત્ત્વના ગણાતા સ્પેર પાર્ટ રેડિયો હેડની આયાત પર કંપનીએ ટેક્સ ભર્યો ન હતો. સેમસંગ આ પાર્ટ્સને મુકેશ અંબાણીના જિયોને સપ્લાઇ કરે છે. કસ્ટમ્સ કમિશ્નર સોનલ બજાજે કહ્યું કે ‘સેમસંગે ભારતના કાયદાનો ભંગ કર્યો છે. સરકારે સેમસંગ ઇન્ડિયાના કેટલાંક એક્ઝિક્યુટિવને પણ 81 મિલિયન ડોલરનો દંડ કર્યો છે.

સરકારે અગાઉ ફોક્સવેગનને 1.4 બિલિયન ડોલરનો  દંડ ફટકાર્યો હતો. આ કેસ હજી પણ ચાલી રહ્યો છે. સેમસંગના આ કેસની શરુઆત 2021માં થઈ હતી. ટેક્સ ઇન્સ્પેક્ટરs મુંબઈ અને ગુરુગ્રામની ઑફિસ પર દરોડા પાડ્યા હતાં તથા ડૉક્યુમેન્ટ્સ, ઈ-મેલ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને જપ્ત કર્યા હતાં.

 

 

LEAVE A REPLY