(Photo by Andrew Harnik/Getty Images)

અમેરિકાની સેનેટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડાયરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યની નિયુક્તિને બહાલી આપી છે. NIH અમેરિકાની ટોચની હેલ્થ રીસર્ચ એન્ડ ફંડિંગ ઇન્સ્ટીટ્યૂટ છે.

યુએસ સેનેટની સત્તાવાર વેબસાઇટ અનુસાર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આરોગ્ય નીતિના પ્રોફેસર ભટ્ટાચાર્યની નિયુક્તિને મંગળવારે 53-47 મતથી પુષ્ટિ અપાઈ હતી. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે નવેમ્બરમાં ભટ્ટાચાર્યને 18મા NIH ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતાં.

ડૉ. ભટ્ટાચાર્ય તબીબી સંશોધનને નિર્દેશિત કરવા અને મહત્વપૂર્ણ શોધો કરવા માટે રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે સહકારમાં કામ કરશે. ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હેલ્થ પોલિસીના પ્રોફેસર છે, નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચમાં રિસર્ચ એસોસિએટ છે અને સ્ટેનફોર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક પોલિસી રિસર્ચ, સ્ટેનફોર્ડ ફ્રીમેન સ્પોગલી ઈન્સ્ટિટ્યૂટ અને હૂવર ઈન્સ્ટિટ્યૂટમાં સિનિયર ફેલો છે.

ભટ્ટાચાર્ય ઓક્ટોબર 2020માં સૂચિત લોકડાઉનના વિકલ્પ વિકલ્પ તરીકે ગ્રેટ બેરિંગ્ટન ડિક્લેરેશન સહ-લેખક છે. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમડી અને પીએચડી કર્યું છે.

LEAVE A REPLY