અમેરિકાના દિલ્હી ખાતેનાં દૂતાવાસે પંજાબ અને હરિયાણાના કેટલાંક બોગસ વિઝા અને પાસપોર્ટ એજન્ટો સામે ફરિયાદ તેમજ કેસ કર્યો છે. તેને પગલે દિલ્હી પોલિસની કાઈમ બ્રાન્ચે એફઆઈઆર કરીને તપાસ હાથ ધરી હતી.
આ બોગસ એજન્ટો સામે 27મી ફેબ્રુઆરીએ કેસ કરાયો હતો. અમેરિકાની દિલ્હી ખાતેની એમ્બસીના પ્રતિનિધિએ વિઝા એજન્ટોની છેતરપીંડી તેમજ ફ્રોડ આચરતી કામગીરી સામે પગલાં લેવાની માંગણી કરી છે.
કેટલાક જાણીતા અને અજાણ્યા એજન્ટો અમેરિકા જવા માંગતા લોકોની વિઝા અરજીમાં ખોટી માહિતી દર્શાવતા હોવાનું તેમજ અરજદારોને ખોટા દસ્તાવેજો આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ખોટી રીતે અરજીમાં ખોટી માહિતી દર્શાવતા હોવાનું તેમજ અરજદારોને ખોટા દસ્તાવેજો આપતા હોવાનું જાણવા મળ્યું હતું. ખોટી રીતે વિઝા મેળવવા માટે યુએસ એમ્બેસીમાં ખોટી વિગતો રજૂ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. યુએસ એમ્બેસીએ આવા બોગસ ૩0 વિઝા અને પાસપોર્ટ એજન્ટોની યાદી મનાવી હતી.
યુએસ એમ્બેસીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મે થી ઓગસ્ટ 2024 દરમિયાન કરાવેલી તપાસમાં કેટલાક બહુવિધ એડેસ દર્શાવનાર વ્યક્તિઓની યાદી બનાવાઈ છે. જેઓ મકમંદ વિઝા સાથે સંકળાયેલા હતાં.
